News of Saturday, 10th May 2025
શહેર પોલીસની ડ્રાઇવઃ નશાની હાલતમાં, છરી સાથે અને મજુરોની જાણ ન કરનારા સહિત ૪૭ ઝડપાયા
હોટલ/રેસ્ટોરન્ટ અથવા બાંધકામની સાઇડ પર મજુરો કામે રાખી પોલીસમાં જાણ ન કરનારા ૪, નશો કરેલી હાલતમાં ૧૮, છરી સાથે ૧૪, હદપારી-૭ અને દેશીદારૂના ચાર કેસઃ જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઇ

રાજકોટ, તા. ૧૦: શહેરના અલગ અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં હોટલ રેસ્ટોરન્ટ અથવા બાંધકામની સાઇટ પર મજુરોને કામે રાખી જાણ ન કરનારા, નશાની હાલતમાં, છરી સાથે અને દારૂ સાથે સહિત ૪૭ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી વિગત મુબજ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં આજી ડેમ પોલીસે ગોંડલ રોડ પર કારખાનામાં અને રેસ્ટોરન્ટમાં મજુરોને કામે રાખી જાણ ન કરનાર કારખાનેદાર રાજેશ કાનાભાઇ નકુમ તથા રામાનુજ હરેશભાઇ સાપરા, એસઓજી એ દોઢસો ફુટ શીતલ પાર્ક પાસે બાંધકામની સાઇટના કોન્ટ્રાકટર કુમન ચત્રભુજભાઇ પાણખાણીયા, નંદલાલ સવજીભાઇ કાનાણી સામે કાર્યવાહી કરી હતી જયારે બી-ડીવીઝન પોલીસે લાલપરી નદીના પુલ પાસેથી લાલજી નાનજીભાઇ સીતાપરાને છરી સાથે, માર્કેટીંગ યાર્ડ પાસેથી નશો કરેલી હાલતમાં જીતેશ જીવાભાઇ પરમારને, જુના માર્કેટીંગ યાર્ડ પાસેથી છરી સાથે સંતોષ ધનજીભાઇ સોલંકી તથા એરપોર્ટ પોલીસે બામણબોર જી.આઇ.ડી.સી. માંથી જયેશ વિરજીભાઇ ધરજીયાને છરી સાથે, ભકિતનગર પોલીસે માસ્તર સોસાયટી રોડ પરથી ભીમસિંહ રામભાઇ કંડોરીયાને નશાની હાલતમાં, આનંદનગર પાસેથી ચીરાગ રાજેશભાઇ સખીયાને છરી સાથે, દેવપરા મેઇન રોડ પરથી નિલેશ રામજીભાઇ ટાંક છરી સાથે, ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી.ની ટીમે ઢેબર કોલોની પાસેથી મોહસીન ફારૂકભાઇ મલ્લાને છરી સાથે, ભકિતનગર પોલીસે કોઠારીયા મેઇન રોપ પરથી કિરણ શીવાભાઇ સીતાપરા ને નશો કરેલી હાલતમા, પીસીબીએ સોરઠીયાવાડી સર્કલ પાસેથી હદપારી રણછોડ ઓધડભાઇ ચુડાસમા અને અલ્પેશ બચુભાઇ રાઠોડને, થોરાળા પોલીસે મનહરપરા મેઇન રોડથી દુર્ગેશ જયંતીભાઇ ભાલારા અને હીતેષ ભુદરભાઇ સીતાપરા, અમુલ સર્કલ પાસેથી જનક બાબુભાઇ સોલંકીને, પીસીબીએ કોઠારીયા સ્વાતીપાર્ક પાસેથી હદપારી હંસા રામજીભાઇ વાઘેલાને, હુડકો ચોકડી પાસેથી જયશ્રી અમરશીભાઇ સોલંકીને, આજીડેમ પોલીસે સરધાર ગામ માંથી અનીલ લખમણભાઇ બારૈયાને છરી સાથે, આજીડેમ ચોકડી પાસેથી છરી સાથે મનીષ મનસુખભાઇ રાઠોડને અને નશો કરેલી હાલતમાં શૈલેષ નારણભાઇ વાઢરકીયાને, કોઠારીયા રોડ સ્વાતીપાર્કના બગીચા પાસેથી છરી સાથે વિપુલ નાનજીભાઇ હિરપરાને, સાઇબાબા સર્કલ પાસેથી અખીલેશ બબનભાઇ રામને નશો કરેલી હાલતમાં અને છરી સાથે તથા દિનેશ બટુકભાઇ દેસાઇને નશો કરેલી હાલતમાં, સાજડીયાળી રોડ પરથી દીલુ ગુલાભાઇ બામનીયાને નશાની હાલતમાં, પીસીબીએ સંતોષનગર માંથી હદપારી અશ્વીન ધીરૂભાઇ સીતાપરાને, પ્રનગર પોલીસે સીંધી કોલોની પાસેથી હાફીઝ રફીકભાઇ પઠાણ અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ દેવીદાસભાઇ વાસવાણીને છરી સાથે, કીટીપરામાંથી નવઘણ બચુભાઇ ઉનતીયા, પોપટપરા જેલની પાછળથી ચંદ્રસિંહ ઉદયસિંહ બારૈયાને નશો કરેલી હાલતમાં તથા પીસીબીની ટીમે રૈયાધાર મફતીયા પરામાંથી હદપારી વસંતબેને બાબુભાઇ વાજેલીયાને તથા યુનિવર્સિટી પોલીસ આકાશવાણી ચોક પાસેથી ભાવિક ઉર્ફે રવી ઉર્ફે માયો અરજણભાઇ ગોંડલીયાને છરી સાથે, આલાપગ્રીન સીટી ચોક પાસેથી દક્ષ અનીલભાઇ સોમૈયાને છરી સાથે, ધરમનગર પાસેથી નશો કરેલી હાલતમાં મહેન્દ્ર રામજીભાઇ ચૌહાણને તથા માલવીયાનગર પોલીસે આનંદ બંગલા ચોકમાંથી રાજુ ફુલાભાઇ બારૈયાને નાનામવા મેઇન રોડ પર રાજનગર ચોકમાંથી શંકર રામચરણભાઇ સહાણીને નશો કરેલી હાલતમાં ગોંડલ રોડ આંબેકડરનગરમાંથી હદપારી ભાથુ ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભૂપતભાઇ ચાવડાને, આનંદ બંગલા ચોકમાંથી નશો કરેલી હાલતમાં દર્શન રતાભાઇ ડાંગરને તથા કુવાડવા રોડ પોલીસ બેડીગામમાંથી દેશી દારૂ સાથે પીન્ટુ ભાણાભાઇ જાદવને, થોરાળા પોલીસે દેશીદારૂ સાથે ખોખડદળ નદીના કાંઠેથી વિપુલ ઉર્ફે વિપલો વિઠ્ઠલભાઇ ઝાપટડીયા, કુબલીયાપરમાંથી વીકી રાજુભાઇ મકવાણા, ચુનારાવાડમાંથી મીના રણજીતભાઇ ટાંકને, તથા યુનિવર્સિટી પોલીસે શાંતિનગરના ગેઇટ પાસેથી નશો કરેલી હાલતમાં જેન્તી રામજીભાઇ વાઘેલાને અને માલવીયાનગર પોલીસે આનંદ બંગલા ચોકમાંથી ચેતન ભાવેશભાઇ મહેશ્વરીને નશો કરેલી હાલતમાં પકડી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.(૬.૧પ)
(3:53 PM IST)










