<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી સિવિલિયન ફ્લાઇટ માટે ખુલ્યું : ભારત પાકિસ્તાન તણાવ પૂરો થયાનાં પગલે વહેલું શરૂ કરાયું

સોમવાર સવારથી એરપોર્ટ કાર્યરત : અગાઉ ૧૫મી સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી

રાજકોટ : રાજકોટનું નવું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી એટલે કે સોમવારના રોજ સવારના ૧૦:૨૦ કલાકથી સિવિલિયન ફ્લાઇટની અવરજવર માટે ફરીથી શરૂ થઈ ગયું છે. અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ એરપોર્ટને ૧૫મી તારીખ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સ્થિતિમાં સુધારો આવતા તેને નિર્ધારિત સમય કરતાં વહેલું ખોલવામાં આવ્યું છે.
નોંધનીય છે કે દેશભરના અન્ય ૩૧ એરપોર્ટની સાથે રાજકોટનું હિરાસર એરપોર્ટ પણ તણાવને પગલે બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હવે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થઈ ગઈ છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજ સવારથી જ એરપોર્ટ પર મુસાફરોની અવરજવર જોવા મળી રહી છે અને ફ્લાઇટનું સંચાલન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. મુસાફરોને હવે તેમની મુસાફરીમાં કોઈ વિક્ષેપ નહીં આવે.

 

(11:32 AM IST)