News of Monday, 12th May 2025
રાજકોટ જેલમાં ભાવનગરના કેદીએ વધુ ટીકડીઓ પી લીધી

રાજકોટ તા. ૧૨: શહેરની સેન્ટ્રલ જેલમાં બેરેક નં. ૫માં રખાયેલા પાકા કામના કેદી હેપ્પી રાકેશભાઇ વોરા (ઉ.વ.૨૩)એ પોતાની બિમારીની વધુ પડતી દવા રાતે પી લેતાં જેલમાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.
હેપ્પી ભાવનગરના હત્યાની કોશિષના ગુનાનો પાકા કામનો કેદી છે અને પાંચેક વર્ષથી રાજકોટ જેલમાં છે. તેની દવા ચાલુ હતી તે વધુ પી જતાં હાલત બગડતાં સારવાર માટે ખસેડાયો હતો.
(2:16 PM IST)










