<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

રાજકોટમાં અપહરણ,રાયોટ અને મારામારી તથા જામનગરમાં ચીલઝડપના ગુનામાં ફરાર ત્રીપુટી ઝડપાઇ

ડીસીપી ઝોન-૨ની એલ.સી.બી. અને નાસતા ફરતા સ્‍કવોર્ડની ટીમની કામગીરીઃ અજય, સંજય અને જયપાલને રેલનગર માંથી દબોચ્‍યા

રાજકોટ તા.૧૨: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં અપહરણ, રાયોટીંગ, મારામારી અને બાઇક ચોરી તેમજ જામનગર માં ચીલઝડપના ગુનામાં નાસતા ફરતા ત્રણ શખ્‍સોને ડીસીપી ઝોન-૨ની એલસીબી અને નાસતા ફરતા સ્‍કવોડની ટીમે રેલનગરમાંથી ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના કુવાડવા, પ્રધ્‍યુમનનગર અપહરપ, રાયોટ અને મારામારીના અનેક ગુનામાં તેમજ જામનગરમાં ચીલઝડપના ત્રણ ગુનામાં નાસતા ફરતા ત્રણ શખ્‍સો રેલનગર મેઇન રોડ પર બાઇક લઇને ઉભા હોવાની બાતમી મળતા ડીસીપી ઝોન-૨ની એલ.સી.બી. અને નાસતા ફરતા સ્‍કવોડ ટીમે રેલનગર મેઇન રોડ પરથી અજય માનસીંગભાઇ પરસોંડા (ઉ.વ.૨૪) (રહે. રેલનગર પોપટ પરા શેરી નં. ૧૪ હાલ ચોટીલા(માંભોડ) , સંજય ચતુરભાઇ સોલંકી (ઉ.વ. ૨૩) (રહે. પીપળીયા ગામ ચોરાની બાજુમાં) અને જયપાલ રમેશભાઇ જોગડીયા (ઉ.વ.૨૦) (રહે.નાગલપર ગામ ખોરાણા વાળા રોડ પર) ને પકડી લઇ રૂા. ૧,૮૫૦૦૦ ની કિંમતના બે બાઇક કબ્‍જે કર્યા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા ત્રણેય પ્રનગર, કુવાડવા રોડ પોલીસમાં નોંધાયેલા મારામારી, રાયોટ અને તાલકુા પોલીસમાં વાહન ચોરીના પાંચ ગુનામાં નાસતા ફરતા હતા. જયારે અજય પરસોંડા રાજકોટ, મોરબી, અને જામનગરમાં લૂંટ, મારામારી, રાયોટ અપહરણ સહિત ૧૧ ગુનામાં અને સંજય સોલંકી કુવાડવા રોડ પોલીસમાં નોંધાયેલા રાયોટ અને મારામારીના ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે. આ કામગીરી ડીસીપીઝોન-૨ની એલસીબી અને નાસતા ફરતા સ્‍કવોડની ટીમની પી.એસ.આઇ. આર. આર. કોઠીયા, જે. વી. ગોહિલ એ. એસ. આઇ. આર. એન મિયાત્રા, હેડ કોન્‍સ. ધમેન્‍દ્રસિંહ ઝાલા, અનિલભાઇ જીલરીયા, રાહુલભાઇ ગોહેલ, હેમેન્‍દ્રભાઇ વાધિયા, શકિતસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા,  રાણા કોન્‍સ.અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા, અંકીતભાઇ નીમાવત કુલદિપસિંહ  દ્વારા કરવામાં આવી હતી. 

(2:23 PM IST)