News of Monday, 12th May 2025
રાયોટ અને મારામારીના ત્રણ ગુનામાં ફરાર સુરેશ ઉકેડીયા પકડાયો
ડીસીપી ઝોન-ર ની એલ.સી.બી. અને નાસતા ફરતા સ્કવોડની કામગીરી

રાજકોટ, તા. ૧રઃ કુવાડવા વિસ્તારમાં રાયોટ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતા ફરતા શખ્સને ડીસીપી ઝોન-ર ની એલ.સી.બી. અને નાસતા ફરતા સ્કવોડની ટીમે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાયેલા રાપોટ અને મારામારીના ગુનામાં ફરાર શખ્સ રાજકોટમાં આવ્યો હોવાની બાતમી મળતા ડીસીપી ઝોન-ર ની એલ.સી.બી.ના પી.એસ.આઇ. આર. આર. કોઠીયા તથા જે.વી. ગોહીલ સહિતના સ્ટાફે સુરેશ કેશુભાઇ ઉકેડીયા (ઉ.વ. રપ) (રહે. કટારીયા ચોકડી લક્ષ્મીના ઢોરા પાસે મફતીયાપરામાં) ને પકડી લીધો હતો. પોલીસની તપાસમાં સુરેશ અગાઉ મારામારી, ધમકી સહિત દસ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યુ છે.
આ કામગીરી પી.એસ.આઇ. આર.આર. કોઠીયા, જે.વી. ગોહિલ, એ.એસ.આઇ. આર.એન. મિયાત્રા, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નીમાવત, અનીલભાઇ જીલરીયા, રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાઘિયા, શકિતસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા, કુલદિપસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી
(4:25 PM IST)










