News of Monday, 12th May 2025
સમસ્ત કોળી એકતા ટ્રસ્ટ દ્વારા ગુરૂવારે રજવાડી સમુહલગ્ન : ૧૫ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે
વર કન્યાની ડી.જે.ના તાલે એન્ટ્રી : કેક શેરેમની સહીત શાહી આયોજન : હસ્તમેળાપ રાત્રે ૮ વાગ્યે

રાજકોટ તા. ૧૨ : સમસ્ત કોળી એકતા ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે તા. ૧૫ ના સમસ્ત કોળી સમાજની ૧૫ દીકરીઓના શાહી રજવાડી સમુહલગ્નનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવેલ કે તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪ વાગ્યે લકકીરાજ પાર્ટી પ્લોટ, આજીડેમ ચોકડી, મહીકા પાટીયા પાસે, રાજકોટ ખાતે યોજવામાં આવેલ આ અવસરે બપોરે ૩ થી પ ફુલેકુ યોજાશે. રાત્રે ૮ વાગ્યે હસ્તમેળાપનું મુહુર્ત છે. દાતાઓના સહયોગથી દીકરીઓને કરીયાવરમાં ૧૦૧ થી વધારે ઘરવપરાશની વસ્તુઓ અપાશે. મહેમાનો તથા જાનૈયાઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.
સમસ્ત કોળી સમાજના સંતો મહંતો, આગેવાનો, વડીલો, મહીલા મંડળો, ગ્રુપો અને સર્વે દાતાઓ તેમજ આગેવાનો સહભાગી બની રહ્યા છે. આ સમુહલગ્નની એક વિશેષતા એ છે કે વર અને કન્યા બન્ને માટે બ્યુટી પાર્લરની વ્યવસ્થા કરાઇ છે. તેમજ વર કન્યાની એન્ટ્રી રજવાડી ઠાઠ સાથે કરાશે અને કેક શેરેમની કરાશે. વર કન્યાને રથમાં બેસાડી ફુલેકુ યોજવામાં આવશે. ડી.જે.ના તાલે લગ્ન મંડપમાં લઇ જવાશે.
સમુહલગ્નના મુખ્ય આયોજક કલ્પેશભાઇ બાવરીયા, ધીરૂભાઇ ધોળકીયા, બાબુભાઇ વસવેલીયા, શૈલેષભાઇ માલમ, સુરેશભાઇ જાંબુડીયા, અરૂણાબેન મગવાનીયા સમગ્ર આયોજનની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ માહીતી માટે મો.૭૯૮૪૫ ૯૫૪૪૨૪ અથવા મો.૭૪૦૫૭ ૭૭૦૯૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલ્પેશભાઇ બાવરીયા, ધીરૂભાઇ ધોળકીયા, સુરેશભાઇ જાંબુકીયા, ભરતભાઇ ચણીયારા, મનસુખભાઇ ધામેચા, પ્રવીણભાઇ અબાસાણીયા, અરૂણાબેન મગવાનીયા, પ્રવીણાબેન રાઠોડ, મયુરભાઇ બાવરીયા, રૂપેશભાઇ ધોળકીયા, અમિતભાઇ ધોળકીયા, ભુપતભાઇ જારેરા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:40 PM IST)










