News of Monday, 12th May 2025
થેલેસેમીયા ડે કેર સેન્ટરનું લોકાર્પણઃ નિઃશુલ્ક સારવાર
સદ્ગુરૂ લોક કલ્યાણ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા : રાજકોટના સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા, ધારાસભ્યો રમેશભાઇ ટીલાળા અને ડો. દર્શીતાબેન શાહ, સુપ્રસિધ્ધ ક્રિકેટર ચેતેશ્વર પુજારા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, દંડક મનિષભાઇ રાડીયા, સિનિયર એડવોકેટ યોગેશભાઇ લાખાણી, સામાજીક અગ્રણીઓ મુકેશભાઇ શેઠ, પ્રભુદાસભાઇ પારેખ, લાભુભાઇ ખીમાણીયા સહિતના મહાનુભાવોની હાજરીમાં થેલેસેમીયા નાબૂદીનો સંકલ્પ કરાયો :તમામ જ્ઞાતિના થેલેસેમેીયાગ્રસ્ત બાળકોને નિઃશુલ્ક બ્લડ ચઢાવાશેઃ નિદાન, લેબોરેટરી, દવાઓ અને જરૂર પડયે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પણ નિઃશુલ્ક થશેઃ ર૦૦ બાળકોની સારવાર માટે અદ્યતન સુવિધાઓ : રાજકોટ લોહાણા મહાજન, સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, બેંગ્લોર તથા જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ, અમદાવાદનો સહયોગ : સંલગ્ન બ્લડ બેન્કો તરીકે ફીલ્ડ માર્શલ બ્લડ બેન્ક, લાઇફ બ્લડ સેન્ટર તથા જીવનદીપ બ્લડ બેન્કની સેવા પ્રાપ્ત થશે : સદ્ગુરૂ લોક કલ્યાણ ફાઉન્ડેશનના ડીરેકટરો રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. જનકભાઇ ઠક્કર, કિશોરભાઇ કોટક, ઉમેશભાઇ નંદાણી, હિરેનભાઇ ખખ્ખર, પ્રદિપભાઇ જોબનપુત્રા, જીતુલભાઇ કોટેચા દ્વારા સમાજોપયોગી કાર્ય

રાજકોટ, તા., ૧૨: થેલેસેમીયા એક વારસાગત ગંભીર બિમારી છે અને આજે સમાજનો એક જટીલ પ્રશ્ન છે. તેની સામે લડત આપી સમગ્ર વિશ્વને થેલેસેમીયા મુકત કરવાના અભિયાનરૂપે સામાજીક- સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર સદગુરૂ લોક કલ્યાણ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા ‘વિશ્વ થેલેસેમીયા નાબુદી દિવસ'ના રોજ કેસરીયા લોહાણા મહાજન વાડી, કરણપરા, મઢુલી ચોક, રાજકોટ ખાતે થેલેસેમીયા ડે કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં ૨૦ બેડની સુવિધાઓ સાથે ૨૦૦ બાળકોની સારવાર માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યું છે. તમામ સારવાર નિઃશુલ્ક રહેશે અને તમામ જ્ઞાતિના થેલેસેમીયાગ્રસ્ત બાળકોને બ્લડ ચઢાવવામાં આવશે. નિદાન, લેબોરેટરી ટેસ્ટીંગ, દવાઓ, દર્દી સાથે રહેલ સગા-વ્હાલાઓ માટે નાસ્તા-ભોજનની વ્યવસ્થા અને જરૂર પડયે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પણ નિઃશુલ્ક થશે. નાના બાળકો માટે પ્લે એરીયા તથા રીક્રીએશન એરીયા પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે.
થેલેસેમીયા ડે કેર સેન્ટરના લોકાર્પણ પ્રસંગે રાજકોટના સાંસદશ્રી પુરૂષોતમભાઇ રૂપાલા, ધારાસભ્યો શ્રી રમેશભાઇ ટીલાળા અને ડો.દર્શીતાબેન શાહ, સુપ્રસિધ્ધ ક્રિકેટર શ્રી ચેતેશ્વર પુજારા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઇ દવે, મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડકશ્રી મનિષભાઇ રાડીયા, સિનિયર એડવોકેટશ્રી યોગેશભાઇ લાખાણી, સામાજીક અગ્રણીઓશ્રી મુકેશભાઇ શેઠ, પ્રભુદાસભાઇ પારેખ, લાભુભાઇ ખીમાણીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, શશીકાંતભાઇ કોટેચા, છબીલભાઇ પોબારૂ, મહેન્દ્રભાઇ નથવાણી, પ્રફુલ્લભાઇ પોબારૂ, ડો. નિતાબેન ઠકકર, જયકરભાઇ ચોટાઇ (વેરાવળ), હરીશભાઇ લાખાણી, મુકેશભાઇ પાબારી, રમેશભાઇ ઠક્કર, ગૌરાંગભાઇ ઠક્કર, ડો. રાજેશભાઇ તેલી, ઇલેશભાઇ ખખ્ખર અને શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, પરેશભાઇ ગજેરા, શ્રી વી.પી. વૈષ્ણવ, હરેશભાઇ વોરા, દિનેશભાઇ બવારીયા, નરેન્દ્રભાઇ નથવાણી, અને શ્રીમતી નિકિતાબેન નથવાણી, શ્રીમતિ સ્નેહાબેન પોબારૂ, ડો. નિશિતાબેન ચોટાઇ, શ્રીમતિ સ્મિતાબેન પોબારૂ, શ્રીમતી ભૈરવીબેન લાખાણી (અમદાવાદ) શ્રીમતિ રીટાબેન કોટક, ભરતભાઇ નથવાણી, સચીનભાઇ નથવાણી, શ્રીડી.વી.મહેતા, અશોકભાઇ કાથરાણી, જયંતભાઇ સેજપાલ અને શ્રીમતિ રત્નાબેન સેજપાલ, રાજીવભાઇ પારેખ, વિણાબેન પાંધી, ડો. હિમાંશુભાઇ ઠક્કર અને ડો. કૃપાબેન ઠક્કર, ધવલભાઇ કારીયા, એડવોકેટ હેમેનભાઇ ઉદાણી, પરેશભાઇ પારેખ, ચંદુભાઇ વિરાણી, રાજેશભાઇ પટેલ, દિશીતભાઇ પોબારૂ, શ્રીમતિ બંસીબેન ભટ્ટ, હિતેષભાઇ સેજપાલ, દિપકભાઇ કારીયા, દર્શનભાઇ મહેતા, જીતુભાઇ ભટ્ટ, મિતલભાઇ ખેતાણી, અશોકભાઇ હિન્ડોચા, હિતેષભાઇ વિઠ્ઠલાણી, શશીકાંતભાઇ કાનાણી, બિપીનભાઇ કોટક, અનુપમભાઇ દોશી, નલીનભાઇ ગણાત્રા, ડો. ભાવેશભાઇ દેવાણી, ડો. મેહુલભાઇ મિત્રા અને શ્રીમતિ અલ્પનાબેન મિત્રા, રમણભાઇ કોટક, મનિષભાઇ ભટ્ટ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ થેલેસેમીયા ડે-કેર સેન્ટર ખાતે સારવાર લઇ રહેલા બાળકો સાથે પણ હળવી પળો માણી હતી અને ફોટોસેશન કરાવ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુચારૂં સંચાલન અને અંતમાં આભારવિધિ શ્રીમતી રીટાબેન કોટકે કરી હતી. થેલેસેમીયા સેન્ટરના માર્ગદર્શક શ્રી યોગેશભાઇ લાખાણીને શ્રી રાજુભાઇ પોબારૂ દ્વારા બેઇઝ અર્પણ કરવામાં આવ્યો હતો.
થેલેસેમીયા ડે કેર સેન્ટરને રાજકોટ લોહાણા મહાજન, સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, બેંગ્લોર તથા જલારામ અભ્યુદય સદ્્ભાવના ટ્રસ્ટ, અમદાવાદનો સહયોગ પ્રાપ્ત થયો છે. ઉપરાંત સંલગ્ન બ્લડ બેન્કો તરીકે ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક, લાઇફ બ્લડ સેન્ટર તથા જીવનદીપ બ્લડ બેન્કની સેવા પ્રાપ્ત થશે તેવું સંસ્થાના ડીરેકટરોની યાદીમાં જણાવાયું છે.
સદ્્ગુરૂ લોકકલ્યાણ ફાઉન્ડેશન, રાજકોટના ડીરેકટરો શ્રી રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. જનકભાઇ ઠક્કર, કિશોરભાઇ કોટક, ઉમેશભાઇ નંદાણી, હિરેનભાઇ ખખ્ખર, પ્રદિપભાઇ જોબનપુત્રા, જીતુલભાઇ કોટેચા વિગેરે સતત સમાજોપયોગી કાર્યોમાં જોડાયેલ રહે છે.
(2:43 PM IST)










