<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

વીવીપી કોલેજમાં હવે ડીપ્‍લોમાં એન્‍જીનીરીંગનો પણ પ્રારંભ : ૧૫ મીથી પ્રવેશ પ્રક્રિયા થશે શરૂ

ધો.૧૦ ના બેઇઝ પર એડમીશન મેળવી ડીપ્‍લોમાંથી લઇને ડીગ્રી કોર્ષ સુધીની કારકીર્દી બનાવવાની ઉમદા તક

રાજકોટ તા. ૧૨ : સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં સર્વપ્રથમ સેલ્‍ફ ફાઇનાન્‍સ ડીગ્રી એન્‍જીનીયરીંગ કોલેજનો પાયો નાખનાર અને ભારતની બેસ્‍ટ એન્‍જીનીયરીંગ કોલેજનો રાષ્‍ટ્રી એવોર્ડ મેળવનાર રાજકોટની વી.વી.પી. એન્‍જીનીયરીંગ કોલેજમાં આ વર્ષથી ડીપ્‍લોમાં એન્‍જીનીયરીંગ અભ્‍યાસક્રમનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કોલેજની ટીમે જણાવ્‍યુ હતુ કે ૨૯ વર્ષોથી ‘રાષ્‍ટ્રીય સ્‍વાહા ઇદં ન મમ્‌ - મારુ બધુ જ મારા રાષ્‍ટ્રને અર્પણ' મૂળ મંત્ર સાથે રાજકોટના કાલાવડ રોડ પર કાર્યરત વી.વી.પી. એન્‍જીનીયરીંગ કોલેજ દ્વારા અત્‍યાર સુધી મીકેનીકલ, ઇલેકટ્રીકલ, કેમીકલ, ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી, કોમ્‍પ્‍યુટર એન્‍જીનીયરીંગ અને સિવિલ એન્‍જીનીયરીંગના અભ્‍યાસક્રમો ચાલતા હતા.

જે તમામ વિભાગોમાં હવે ડીપ્‍લોમાં એન્‍જીનીયરીંગ અભ્‍યાસક્રમનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. બાદમાં વિદ્યાર્થી ઇચ્‍છે તો ડીગ્રી એન્‍જીનીયરીંગ પણ કલીયર કરી શકે. એટલે ધો.૧૦ ના બેઇઝ પર પ્રવેશ મેળવ્‍યા બાદ એકજ કોલેજમાં વિદ્યાર્થી ડીગ્રી એન્‍જીનીયરીંગ સુધીની કારકીર્દી બનાવી શકે તેવી સુવિધા હવે વી.વી.પી.ના આંગણે ઉભી થઇ રહી છે.

આ માટે ૧૫ મેથી ડીપ્‍લોમા એન્‍જીનીયરીંગની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ જશે. વધુ માહીતી માટે કોલેજ કેમ્‍પસ પર રૂબરૂ અથવા મો.૯૧૫૭૭ ૧૬૭૮૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

ઉલ્લેખનીય છે કે વી.વી.પી. કોલેજે અત્‍યાર સુધીમાં અનેક એવોર્ડ હાંસલ કર્યા છે. જેમાં ૨૦૦૧માં આર્ટીકટેક ઓફ ધ યર તેમજ પછીના વર્ષોમાં લગાતર ચાર વખત ‘બેસ્‍ટ સ્‍ટુડન્‍ટ ચેપ્‍ટર'નો એવોર્ડ મળેલ છે. ૨૦૧૩-૧૪માં ભારતની ‘બેસ્‍ટ એન્‍જીનીયરીંગ કોલેજ'નો આઇએસટીઇ દ્વારા રાષ્‍ટ્રીય એવોર્ડ મળેલ. ૨૦૧૬માં બેસ્‍ટ લાયબ્રેરીનો એવોર્ડ મળેલ હતો. આ ઉપરાંત બેસ્‍ટ ઇનોવેટીવ પ્રોજેકટ માટે દેવાંગ મહેતા આઇ.ટી. એવોર્ડ, આઇ.એસ.ટી.ઇ. દ્વારા લાયબ્રેરી સ્‍ટેટ લેવલ એવોર્ડ, ઇનોવેટ ટુ ઇમ્‍પેકટ એવોર્ડ સહીત એવોર્ડની હારમાળા સર્જી છે.

ચાલુ વર્ષે ગોલ્‍ડ બેન્‍ડ સસ્‍ટેનેઇબલ ઇન્‍સ્‍ટીટયુશન ઓફ ઇન્‍ડીયા ગ્રીન રેન્‍કીંગથી લઇ બેસ્‍ટ ઇન્‍સ્‍ટીટયુટ ફોર કોન્‍ટીબ્‍યુશન ઇન સોશ્‍યલ એકટીવીટીઝ એવોર્ડ મળી પાંચેક એવોર્ડ હાંસલ કરેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વી.વી.પીલ. એન્‍જીનીયરીંગ કોલેજના આચાર્યશ્રી ડો. પિયુષભાઇ વણઝારા, મીકેનીકલ વિભાગના પ્રોફેસર અને હેડ ડો. નિરવ મણીયાર, સીવીલ વિભાગના એસોસીએટ પ્રોફેસર અને હેડ ડો. જે. વી. મહેતા, વી.વી.પી. પ્રચાર સમિતિના કન્‍વીનર ધવલભાઇ જોશી અને સભ્‍ય કેતનભાઇ પરમાર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:44 PM IST)