News of Monday, 12th May 2025
ફરી ભાજપના સરકારી માહિતી જોવા પ્રશ્ન રજુ ૨૦મીએ મનપાનું જનરલ બોર્ડ
કેન્દ્ર-રાજય સરકારની ગ્રાન્ટમાંથી કેટલા કામો હાથ ધરાયાના ભાજપના કોર્પોરેટર રસીલાબેન સાકરીયાના પ્રથમ પ્રશ્નથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશેઃ ભાજપના ૧ર અને કોંગ્રેસના ૧ નગરસેવકોએ કુલ રર સવાલ મુકયા

રાજકોટ, તા. ૧ર : મ્યુનિ. કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્ય સભા આગામી તા. ર૦ ના મંગળવારે સવારે ૧૧ કલાકે બોલાવવા મેયર નયનાબેન પેઢડિયાએ આજે એજન્ડા બહાર પાડયો છે. આ સભામાં ભાજપના ૧ર નગરસેવકોના ૧૩ પ્રશ્ન તથા કોંગ્રેસના ૧ કોર્પોરેટરના ૩ પ્રશ્ન સહિત કુલ રર પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા છે.
આજે એજન્ડા બહાર પડયા બાદ બપોર સુધીમાં કુલ રર પ્રશ્નો મુકયા હતા. જેનો ચીઠ્ઠી ખેંચીને ડ્રો કરવામાં આવતા વોર્ડ નં. પ ભાજપના કોર્પોરેટર રસીલાબેન સાકરીયાના છેલ્લા એક વર્ષ દરમ્યાન કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મનપાને કુલ કેટલી ગ્રાંટ ફાળવવામાં આવી ? આ ગ્રાંટમાંની કયા કયા કામો હાથ ધરવામાં આવેલ છે ? આ માહિતીના પ્રશ્ની બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે. જયારે બીજા ક્રમાકે વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરાએ મહાનગરપાલિકા ગાર્ડન શાખા દ્વારા છેલ્લા ૦૨(બે) વર્ષમાં વોર્ડવાઇઝ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? આગામી સમયમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવા માટે શું આયોજન છે? શહેરમાં નિયમિત સફાઇ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન તથા ઘનકચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની શું વ્યવસ્થા છે? વિગતવાર માહિતી રજુ કરવી.જયારે ત્રીજા ક્રમાંકે વોર્ડ નં.૭ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડાએ આગામી જનરલ બોર્ડની સાધારણ દ્રિ માસિક મીટીંગમાં ટાઉન પ્લાનિંગ વિભાગને છેલ્લા બે વર્ષમાં અન અધિકૃત બાંધકામ નિયમિત કરવા ‘ઇમ્પેકટ ફી' કાયદા હેઠળ વોર્ડવાઇઝ કુલ કેટલી અરજીઓ મળેલ હતી તે પૈકી કેટલી અરજીઓનો નિકાલ થયેલ છે? પ્રશ્ન રજુ કર્યો છે.
વિપક્ષના સભ્યોનો પ્રશ્ન
ચોથા ક્રમાંકે વોર્ડ નં.૧૫ કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઇએ રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા પંદર વર્ષમાં ઘણા ગામ ભેળવવામાં આવે છે તો સ્ટાફની ભરતી કરવામાં આવેલ હોય તો કયા વિસ્તારમાં કયા વોર્ડમાં કેટલા સ્ટાફની ભરતી કરેલ છે? તેની શાખા વાઇઝ વિગતવાર માહિતી આપવી? અને મહાનગરપાલીકા કેટલા સ્ટાફની અછત છે તો તેની ભરતી કયારે કરવામાં આવશે?
રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતી સીટી બસમાં તારીખઃ ૧૧ જાન્યુ ૨૦૨૪થી ૧ મે ૨૦૨૫ સુધીમાં કુલ કેટલી બસ સીટીમાં કાર્યરત અતી અને તેમાં કુલ કેટલા ડ્રાઇવર કાર્યરત હતા તેની વિગતવાર માહિતી આપવી અને રાજકોટ મહાનગરપાલીકાએ સીટી બસનો કોન્ટ્રાક જે એજન્સીને આપેલ છે તેમાં ડ્રાઇવરની ઉંમરનો કોઇ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે નહીં અને જો કોઇ ડ્રાઇવરનું લાઇસન્સ પુરૂ થઇ ગયેલ ટ્રાય અને કાર્યરત હોય તો તેમને શું દંડ અથવા સજા કરવામાં આવે છે ? તેની વિગતવાર માહિતી આપવી.
રાજકોટ મહાનગરપાલીકામાં ગારબેજ કલેકશન માટે ટીપરવાન વોર્ડવાઇઝ કેટલી ફાળવવામાં આવેલ છે ? અને જેમાં કયા કયા પ્રકારની ગાડીઓનો સમાવેશ કરવામાં આવેલ છે ? ટીપર વાન કયાક કોઇ વિસ્તારમાં કોઇ અનિચ્છનીય અકસ્માત કરે તો જવાબદારી એજન્સી કે રાજકોટ મહાનગરપાલીકા તેની વિગત આપવી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. (૯.ર૩)
કયા-કયા નગર સેવકોએ પ્રશ્ન પુછ્યા
કોર્પોરેટરનું નામ
*રસિલાબેન સાકરીયા
*કંચનબેન સિધ્ધપુરા
*જયશ્રીબેન ચાવડા
*કોમલબેન ભારાઇ
*દિલીપભાઇ લૂણાગરીયા
*નિતિનભાઇ રામાણી
*ડો. દર્શનાબેન પંડયા
*ચેતનભાઇ સુરેજા,
*અલ્પાબેન દવે,
*કંકુબેન ઉધરેજા,
*સંજયસિંહ રાણા
*ડો. અલ્પેશભાઇ મોરઝરીયા
કયા પક્ષના કેટલા પ્રશ્નો રજૂ
ભાજપ કોંગ્રેસ કુલ
કોર્પોરેટર ૧ર ૧ ૧૩
પ્રશ્નો ૧૯ ૩ રર
(4:25 PM IST)










