News of Monday, 12th May 2025
થોરાળામાં નાગરિક બેંકની ૮ લાખથી વધુની લોન બાકી પ્રશ્ને મકાનનો કબ્જો લેતા મામલતદાર

રાજકોટ, તા.૧૨: રાજકોટ કલેકટરની સૂચના અને સીટી ઝોન-૧ના માર્ગદર્શન હેઠળ પૂર્વ વિસ્તારના મામલતદાર શ્રી ચાવડા અને હેઠળ ઓફીસર અન્ય શેરસીયાએ નાગરિકબેંકની ૮ લાખની બાકી પ્રશ્ને મીલ્કતો કબ્જો લઈ બેંકને નોંધ્યો હતો. આ કાર્યવાહી ઘી સિકયુરાઈઝેશન એક્ટ હેઠળ કરાઈ હતી.
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સંજયકુમાર દેવજીભાઈ પરમારને રાજકોટ શહેરના આવેલ ભાવનગર રોડ ઉપર આવેલ કસ્તુરબા શેરી નં.૬(નવા થોરાળા) સીટી સર્વે વોર્ડનં.૧૨, સીટી સર્વે નં.૩૦૯૭, શીટ નં ૩૧૯ પૈકીની જમીન ચો.મી.૧૨૩-૭૬ ઉપરના આવેલ મકાન રજીર્ર્સ્ટ્રર્ડ વેચાણ દસ્તાવેજ નં.૯૯૮૭ તા,૨૩-૦૫-૧૯૯૭ ની મિલ્ક્ત ઉપર ઘી સિકયુરાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઇન્ટરેસ્ટ એક્-૨૦૦૨ તળે સિકયોર્ડ એસેટ નો કબજો લેવા બાબત નો હુકમ નં. કરવામાં આવેલ હતો. તે મિલ્કત ઉપર રહેણાંક મકાન નો કબજો તારીખ.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા ઘી સિકયુરાઈઝેન એક્ટ હેઠળ મિલકતનો કબ્જો લીધો હતો.
તેના માટેની નોટિસ તારીખ.૨૪/૦૪/૨૦૨૫ ડી. આર. પુરોહિત, નાયબ મામલતદાર દ્વારા બજાવવામાં આવી હતી, મિલકત ઉપર તા. ૩૧/૧૨/૨૦૦૫ સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. ૮,૩૮,૨૫૬ ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કાર્યવાહી કરાઈ હતી.
(3:38 PM IST)










