News of Monday, 12th May 2025
ગંજીવાડાના મંડપ સર્વિસના સંચાલક સંજયભાઇ વજકાણીનો સામા કાંઠે હોલમાં આપઘાત
કનકનગરના મહારાણા પ્રતાપ હોલમાં બનાવઃ ૩૨વર્ષિય યુવાને પંખામાં ચુંદડી બાંધી દેહ લટકાવી દીધોઃ કારણ અકળઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૧: ગંજીવાડામાં રહેતાં મંડપ સર્વિસના સંચાલક-ધંધાર્થીએ સંત કબીર રોડ પર આવેલા મહારાણા પ્રતાપ હોલ ખાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ ગંજીવાડા શેરી નં. ૫૭માં મહાકાળી મંદિર પાસે રહેતાં સંજયભાઇ પાંચાભાઇ વજકાણી (ઉ.વ.૩૨) નામના યુવાને બપોરે સંત કબીર રોડ કનકનગરમાં આવેલા મહારાણા પ્રતાપ હોલ ખાતે હોલમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસ દોડી ગઇ હતી અને કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર સંજયભાઇ મહારાણા પ્રતાપ હોલમાં મંડપ સર્વિસનું કામ સંભાળતા હતાં. તે પોતે ગંજીવાડામાં મોમાઇ મંડપ સર્વિસ નામે દૂકાન ધરાવતાં હતાં. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આજે હોલ ખાતે ચોકીદાર ન હોઇ આ બનાવ બન્યો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:41 PM IST)










