News of Monday, 12th May 2025
શહેરમાં શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના દર્દી વધ્યાઃ સપ્તાહમાં ૧૪પ૩ કેસ
મેલેરીયાનો એક દર્દી નોંધાયોઃ મનપા દ્વારા ર૪,૧૯૮ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ મચ્છર ઉત્પતી સબબ ૧૩૪ને નોટીસ

રાજકોટ, તા.૧રઃ શહેરમાં શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૪પ૩ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગનો એક કેસ નોંધાયો છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. પ મે થી તા. ૧૧ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના એક કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ , ચિકનગુનીયા કેસ નોંધાયા નથી. જયારે મેલેરીયાનો એક કેસ નોંધાયો છે.
શરદી-તાવના ૧૪પ૩ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૫૯૪ તેમજ સામાન્ય તાવના ૬૫૦ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૦૪ કુલ ૧૪૫૩ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૪,૨૦૮ તેમજ સામાન્ય તાવના ૧૩,૩૭૯ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૨૮૪ તથા ટાઇફોડનો ૪૦ તેમજ કમળાના ૪૧ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૧૩૪ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૪,૧૯૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૦૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૬૧૬ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૩૪ લોકોને નોટીસ પાઠવી હતી.
(3:52 PM IST)










