News of Monday, 12th May 2025
પીજીવીસીએલના ર૧માં એમ.ડી. તરીકે ચાર્જ સંભાળતા કેતન જોષીઃ અધીકારીઓ સાથે બેઠક
બપોરે કલેકટરને પણ મળ્યાઃ મોન્સૂન કામગીરી ઝડપી પૂર્ણ કરવા તાકીદ

રાજકોટ તા. ૧રઃ તાજેતરમાં રાજયના સામાન્ય વહીવટી વિભાગે આઇએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કર્યા હતા, જેમાં વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી કેતન પી. જોશીની પヘમિ ગુજરાત વીજ કંપનીના એમડી તરીકે નિમણુંક કર્યા બાદ શ્રી જોષીએ શનિવારે વિધિવત રીતે પીજીવીસીએલના ર૧માં મેનેજિંગ ડાયરેકટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો, મૂળ રાજકોટના જ વતની અને માલવીયા કોલેજમાં અભ્યાસ કરનાર શ્રી કેતન જોશીએ ચાર્જ સંભાળતા જ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે પરિચય બેઠક યોજી ચોમાસુ નજીક હોય ઝડપભેર પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી અને ગ્રાહકલક્ષ્મી કામગીરી કરવા અને વીજ ફરિયાદોનું પ્રમાણ ઘટાડવા ઉપર ભાર મૂકયો હતો, આ સમયે ચીફ ઇજનેર શ્રી વાળા, શ્રી મહેતા પણ ખાસ હાજર રહ્યા હતા.
નવનિયુકત એમડી શ્રી કેતન પી. જોશીએ દર મહિને કામગીરીની સમીક્ષા માટે બધીજ સર્કલ ઓફિસના અધિક્ષક ઇજનેરો સાથે નિયમિત બેઠકનું આયોજન કરવા પણ જણાવેલ હતું.
આજે શ્રી કેતન જોષી રાજકોટ કલેકટરને મળવા આવ્યા હતા, તેમની સાથે બેઠક યોજી, બધી વિગતો મેળવી હતી, મોન્સૂન અંગે પણ ચર્ચાઓ કરી હતી.
(3:56 PM IST)










