<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

આમ આદમી પાર્ટીના પ્રતિમાબેન કોંગ્રેસમાં જોડાયાઃ ખેસ પહેરાવી આવકાર

 

રાજકોટ, શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે વોર્ડ નંબર ૧૫માં આપ પક્ષમાં થી ગત ચૂંટણીના રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવાર પ્રતિમાબેન આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ એ તેમને આવકારી કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી એ કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસ સમિતિ વતી આવકારવામાં આવ્‍યા હતા. આ તકે પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજગુરુ, કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશભાઈ ઠાકોર, મહાનગર પાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ભરતભાઈ કુમારખાણીયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, મકબુલભાઈ દાવદાણી અને વોર્ડ નંબર ૧૫ ના કોંગ્રેસના  આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદીમાં જણાવાયું છે.

(4:12 PM IST)