<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

માધાપર ચોકડી પાસે રહેતા મિનલબેનને ‘તું ગમતી નથી' કહી પતિ મહેશનો ત્રાસ

કોઇ સ્‍ત્રી સાથે વાતચીત ન કરવા માટે સમજાવતા પતિ મહેશે મારમારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીઃ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩: માધાપર ચોકડી પાસે ધ સ્‍પેસ એપાર્ટમેન્‍ટમાં રહેતી મહિલાને પતિએ બોલાચાલી કરી અવારનવાર મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે ધ સ્‍પેસ એપાર્ટમેન્‍ટમાં બ્‍લોક નં. સી/૯૦૧માં રહેતા મિનલબેન મહેશભાઇ મેર (ઉ.વ.૩૩) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પતિ મહેશ મગનભાઇ મેર વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્‍યું છે કે ર૦રર માં જૂનાગઢના યુવક સાથે લગ્ન થયા બાદ ત્રણેક મહિના પછી છૂટાછેડા લઇ લીધા હતા. ર૦૧૮માં લો કોલેજમાં અભ્‍યાસ દરમિયાન આરોપી સાથે પરિચય થતાં ર૦ર૩માં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. પતિએ ત્રાસ આપવાનું શરૂ કરતા ર૦ર૩માં છૂટાછેડા લીધા હતા. ત્‍યાર પછી પતિએ માફી માંગી લેતા અને હવે હેરાન નહીં કરે તેવી ખાત્રી આપતા ર૦ર૪માં ફરીથી કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમીયાન પતિ અવાર-નવાર કોઇ મહિલા સાથે વાતચીત કરતો હોવાની શંકા જતા પુછતાં ઝઘડો કરી મારકુટ કરતો હતો. તેની સાથે કામ કરતા પિયુષભાઇ અને અન્‍યોએ પણ પતિને સમજાવ્‍યા હતા. ગત તા. ૧પના રોજ પતિને અન્‍ય મહિલા સાથે વાત નહીં કરવા સમજાવતા છરી લઇ કહ્યું કે તું મને ગમતી નથી તને જાનથી મારી નાખીશ કહી મારમાર્યો હતો બાદ મેં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લીધી હતી. બાદમાં પતિ વિરૂધ્‍ધ અરજી કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હેડ કોન્‍સ. બી. વી. જ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(3:03 PM IST)