News of Tuesday, 13th May 2025
નગ્મે સુહાનેઃ સૂરમંદિર સંગીત એકેડેમી દ્વારા કાલે ઈવનિંગ પોસ્ટ ખાતે ગીત સંગીતનો કાર્યક્રમ
૧૦ ગાયક કલાકારો ગીતો રજૂ કરશેઃ સંગીત રસિકોને આમંત્રણ

રાજકોટઃ અગ્રણી કલા સંસ્થા સુરમંદિર દ્વારા રાજકોટના ઉભરતા કલાકારોને ગાયક/ગાયીકા તરીકેની તાલીમ આપી સ્ટેજ ઉપર રજૂ કરવા સુધીની મહેનત સુરમંદિર સંગીત એકેડેમી છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત છે. આ સુરમંદિર સંગીત એકેડમીનું સંચાલન શ્રી ઘનશ્યામ રાવલ (વોઈસ ઓફ મુકેશ) કરી રહ્યા છે. જેમણે સુરમંદિર રાજકોટ મેમ્બરશીપ ક્લબ વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૮ સુધી સતત ૧૮ વર્ષ હેમુગઢવી હોલમાં ૧૧૦થી વધારે કાર્યક્રમ આપેલા છે અને અનેક નેશનલ/ઈન્ટરનેશનલ લેવલના ૪૩ થી વધુ કલાકારોને પ્રથમવાર હેમુગઢવી હોલના સ્ટેજ ઉપર રજુ કર્યા છે.
૨૦૧૮માં સુરમંદિર ક્લબ બંધ કર્યાબાદ સંગીતોની પ્રવૃતિ ચાલુ રહે અને પોતાનો રીયાઝ ચાલુ રહે એ માટે ઘનશ્યામ રાવલે આ સંગીત એકેડમી ચાલુ કરેલ છે. આ કાર્યક્રમમાં એવા ગાયકો રજૂ થવા જઈ રહ્યા છે. જેઓ આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા સુરમંદિર એકેડમીમાં ગાયકી શીખવાની શરૂઆત કરી હતી અને આજે છેલ્લા ઘણા સમયથી સ્ટેજ ઉપર અનુભવી ગાયક તરીકે પોતાના કાર્યક્રમો આપી રહ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.
સુરમંદિર એકેડમીમાં હાલમાં ૧૭ જેટલા સ્ટુડન્ટસ તાલીમ લઈ રહ્યા છે તે ઉપરાંત જુના સ્ટુડન્ટસ (૩૦ ગાયકોનું) લીસ્ટ બનાવાયું છે. જેમાંથી ૧૦-૧૦ ગાયકોને તા.૧૪મે, ૨૧મે અને ૨૮મેના ત્રણ કાર્યક્રમોમાં ગોઠવવામાં આવેલ છે.
આવા પ્રથમ ૧૦ ગાયક/ગાયીકાઓ ૧૪મે બુધવારના રોજ સીનીયર સીટીઝન-પાર્ક (ઈવનીંગ પોસ્ટ) માટે સાંજે ૫:૩૦ કલાકે પોતાની કલા રજૂ કરશે. સાથમાં કાર્યક્રમનું સંચાલન માર્ગદર્શન ઘનશ્યામ રાવલ કરશે. કલાકારો જીતેન્દ્ર ભટ્ટ, ડો.અતુલ જોશી, જીજ્ઞેશ દવે, ધનંજય વ્યાસ, પ્રફુલ પંચોલી, ભવલ થાનકી, હીનાબેન કોટડીયા, વર્ષાબાલચંદાણી, ફાલ્ગુની ચંદારણા તથા સુરેખા રાવલ આમાં ભાગ લેવાના છે.
મહેમાનો તરીકે સર્વ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, જયેશભાઈ ઉપાધ્યાય, સુનિલભાઈ શાહ, ભરતભાઈ જોગી, ગીરધરભાઈ સોરઠીયા, ગણેશભાઈ ઠુંમર, આર.પી.જોશી, મુલચંદબાપુ, સુરેશભાઈ મારૂ, વિષ્ણુપ્રસાદ દવે તથા જનાર્દનભાઈ આચાર્ય ઉપસ્થિત રહેશે.રાજકોટ સંગીત રસિક લોકોને આમંત્રણ છે. સંગીત એકેડમીની જાણકારી તથા વધુ વિગત માટે ઘનશ્યામ રાવલનો (મો.૯૮૯૮૦૪૪૫૧૧) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(૪૦.૩૧)
(3:45 PM IST)










