<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

સમસ્‍ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા જ્ઞાન સંકલ્‍પ યોજનાનું ઉજજવળ પરિણામ

 

શ્રી સમસ્‍ત રાજકોટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી જ્ઞાન સંકલ્‍પ યોજના ચલાવવામાં આવે છે જેમાં સમાજના જરૂરિયાતમંદ પરિવારના તેજસ્‍વી બાળકોને શહેરની શાળાઓમાં પ્રવેશ  આપી શિક્ષણ કાર્યની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે આ વિદ્યાર્થીઓનું ધોરણ ૧૦ અને ૧૨ નું  પરિણામ આવેલ છે ધોરણ ૧૦ માં જોશી પ્રિતાંશુ (૯૯.૫૫ પીઆર), જોષી સોહમ (૯૫.૯૩ પીઆર), મહેતા ક્રિસ(૯૫.૩૪ પીઆર), જોશી સ્‍વાતિ (૯૦.૨૮પીઆર),ત્રિવેદી આયુષ (૮૩.૭૫પીઆર),જાની મિત (૬૩.૮૩%), જોશી નમન (૫૮%), જોશી ઓમ (૫૬.૩૩%) વગેરે ખૂબ જ ઉજ્જવળ પરિણામ મેળવેલ છે આ સાથે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વ્‍યાસ માસુમ(૯૦.૩૮ પીઆર) અને વ્‍યાસ માધવ (૭૮.૬૭પીઆર) એવી જ રીતે ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહમાં મહેતા પ્રેરણાએ (૮૫.૦૦પીઆર) ઉજ્જવળ પરિણામ મેળવેલ છે.

 આ પ્રોજેક્‍ટમાં સમસ્‍ત બ્રહ્મ સમાજ ને સહયોગી શાળાઓ શ્રી મુરલીધર હાઇસ્‍કુલ, ઇનોવેટીવ સ્‍કુલ,ભરાડ સ્‍કૂલ, સિસ્‍ટર નિવેદિતા સ્‍કૂલ, શક્‍તિ સ્‍કૂલ,સ્‍વસ્‍તિક સ્‍કૂલનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ પ્રોજેક્‍ટમાં બ્રહ્મ અગ્રણી કશ્‍યપભાઈ શુક્‍લ અને પ્રમુખ  દર્શિતભાઈ જાની હેઠળ પ્રોજેક્‍ટ હેડ ડો. અતુલ વ્‍યાસ,સુરવીબેન આચાર્ય,દીપાબેન ભટ્ટ, યોગેન્‍દ્રભાઈ લહેરૂ ની કોર ટીમ કાર્યરત છે અને બ્રહ્મ સમાજના મુખ્‍ય હોદ્દેદારો દીપકભાઈ પંડ્‍યા, નલીનભાઈ જોશી, જનાર્દનભાઈ  આચાર્ય, શૈલેષભાઈ જાની,દક્ષેશભાઈ પંડ્‍યા,  પ્રશાંતભાઈ જોશી, જયેશભાઈ જાની, જીગ્નેશભાઈ ઉપાધ્‍યાય, જયેશભાઈ ઉપાધ્‍યાય તેમજ મહિલા પાંખના નીલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોશી વગેરે કાર્યરત હોવાનું અંતમાં જણાવાયું છે.

(4:06 PM IST)