<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ઓ.ટી. આસીસ્‍ટન્‍ટ યુવાન શેર બજારમાં એક લાખ રૂપિયા હારી જતાં એસિડ પીધું

મુળ પોરબંદરનો યુવાન બે વર્ષથી રાજકોટ રહે છેઃ ચોટીલામાં પિતાએ ઠપકો આપતાં સદામે ફિનાઇલ પીધું: રાણીંગપરમાં મગજ ભમતો હોવાથી મહેશ ઝેર પી ગયો

રાજકોટ તા. ૧૪: અલગ અલગ બનાવોમાં ત્રણ યુવાને અને એક પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ રહેતાં અને હોસ્‍પિટલમાં ઓ.ટી. આસીસ્‍ટન્‍ટ તરીકે નોકરી કરતાં મુળ પોરબંદરના યુવાને શેર બજારમાં રૂપિયા હારી જવાને કારણે એસિડ પી લીધું હતું. ચોટીલાના યુવાનને પિતાએ દારૂ પીવા મામલે ઠપકો આપતાંફિનાઇલ પી ગયો હતો. જ્‍યારે રાણીંગપરનો યુવાન મગજ ભમતો હોવાથી ઝેરી દવા પી ગયો હતો. જ્‍યારે લક્ષ્મીના ઢોળે રહેતી પરિણીતાએ રાતે ફિનાઇલ પી લીધી હતી.

જાણવા મળ્‍યા મુજબ ગંગોત્રી રોડ પર શિલ્‍પન નોવા પાસે રહેતો મુળ પોરબંદરનો અનિલ નામનો ૨૫ વર્ષનો યુવાન સાંજે અસિડ પી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. અનિલ પરિવારનો એકનો એક પુત્ર છે અને અપરિણીત છે. તે રાજકોટ રહી ખાનગી હોસ્‍પિટલમાં ઓ.ટી. આસીસ્‍ટન્‍ટ તરીકે નોકરી કરે છે. શેરબજારમાં એકાદ લાખ હારી જતાં પગલુ ભર્યાનું તેના સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં ચોટીલા આણંદપર રોડ પર રહેતો અને ડુંગર નજીક કપ રકાબી વેંચી ગુજરાન ચલાવતો સદામ સલિમભાઇ માકડા (ઉ.વ.૨૫) સાંજે ફિનાઇલ પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. તે બે ભાઇમાં નાનો છે. સાંજે દારૂ પી ઘરે આવતાં પિતાએ ઠપકો આપતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

ત્રીજા બનાવમાં ભાડલાના રાણીંગપરમાં રહેતો મહેશ ગોવિંદભાઇ સોમાણી (ઉ.વ.૩૦) સાંજે ઝેરી દવા પી જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી. મહેશ છુટક મજૂરી કરે છે. મગજ ભમતો હોવાથી દવા પી ગયાનું જણાવાયું હતું. ચોથા બનાવમાં કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળા પર રહેતી મધુબેન હાર્દિક સોંદરવા (ઉ.વ.૨૦) કોઇ કારણોસર ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં઼ આવી હતી. (૧૪.૫)

(10:53 AM IST)