તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Wednesday, 14th May 2025
ગુરૂનું મિથુન રાશિમાં પ્રવેશ
તા. ૧૪-પ-ર૦રપ : ફોરમ ગાંધી - મહેતાનું પૂર્વાનુ માન

ગુરૂ મહારાજ કે જેને બધા જ દેવોના ગુરૂની પદવી આપેલી છે. ફળાદેશમાં પણ ગુરૂની પદવી ઉચ્ચી છે ખુબ જ મહત્વ રહેલ છે. દરેક ગ્રહોનું પોતાનું આગવું મહત્વ રહેલ છે. દરેક ગ્રહની અસર માનવ જીવન અને લોકોના મન ઉપર પડે છે. કારણ કે દરેક ગ્રહોનો જન્મ ઇશ્વર દ્વારા થયો છે. અથવા તો ઇશ્વરના વરદાનથી થયેલો છે. તેથી જ ઇશ્વરના આ ગ્રહોમાં અસંભવને સંભવ કરવાની ક્ષમતા રહેલી છે.
જયારે કોઇ એક ગ્રહ બે રાશિઓનો માલિક હોય છે. ત્યારે તેનો પ્રભાવ ક્ષમતા, ઉર્જા વધારે હોય છે. એક જ ગ્રહના પ્રભાવવાળી બે રાશિઓ હોય તેમ છતાં બને રાશિઓના વ્યકિતત્વ વગેરેમાં તફાવત જોવા મળે છે. તેવી ૮ રીતે ગુરૂ પણ બે રાશિઓનો માલિક છે. ધન રાશિ અને મીન રાશિને ગુરૂ મહારાજની પોતાની સ્વગૃહની રાશિઓ છે. દરેક રાશિ પર દરેક ગ્રહોનો પ્રભાવ તો પડતો જ હોય છે. તેમ છતાં વ્યકિતએ પોતાના લક્ષ્યને ઉદેશ્યને પામવા માટે મહેનત, સંઘર્ષો કરવા પડે છે. પોતાના માલિક ગ્રહનો વધુ અસરકારક પોતાની રાશિઓ પર આગવો પ્રભાવ પડે છે. તેવી જ રીતે ગુરૂ મહારાજ ધન રાશિ અને મીન રાશિ પર વધુ અસરકર્તા હોય છે.
ગુરૂ મહારાજ વ્યકિતને વિવેક બુધ્ધિ, આત્મ વિશ્વાસ, શાલીનતા, સ્વતંત્રતા, ઉદારતા, ઉદેશ્યપુર્ણ કરનાર, સભ્યતા અને નિષ્ઠા વાન બતાવે છે. જયારે ગુરૂ મહારાજ બળવાન હોય.
અને ગુરૂ નબળા સ્થાને હોય અશુભ ગ્રહોના પ્રભાવ હેઠળ હોય ત્યારે અહંકાર, મંદબુધ્ધિ, નિર્દયતા, સ્વાર્થ, આત્મવિશ્વાસ ઓછો હોય અને નિર્ણયો લેવામાં અભાવ બતાવે છે. ઘણીવાર વ્યકિત કપટી, અને લુચ્ચી પણ જોવા મળે છે.
ગુરૂ મહારાજ કે જે વ્યકિતના જીવનમાં પરમનન્ટ ટીચર જેવું કાર્ય કરે છે. જે સમયે સમયે કંઇક નવું નીખવતા રહે છે. જીવનમાં આગળ વધારે છે. એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની પરિક્ષા લે છે. દંડ આપે છે જ્ઞાન આપે છે અને ખોટા રસ્તે જતા પણ રોકે છે તેથી જ ગુરૂ મહારાજ હંમેશા સારૂ ફળ આપે છે તેવું જરૂરી નથી. પરંતુ ગુરૂ કર્યા ગ્રહની સાથે અને કયાં સ્થાને રહેલ છે તે મહત્વનું છે. ગુરૂ કેટલાં અંશનો છે તે પણ મહત્વનું છે. ઇશાન દિશા ગુરૂના પ્રભુત્વવાળી દિશા છે.
ગુરૂ ગ્રહ કે જેને અંગ્રેજીમાં જયુપિટર કહેવાય છે. તેનો શુભ રંગ યેલો એટલે કે પીળો છે. ગોલ્ડન છે ગુરૂ સદૈવને માટે દેવો ના આરાધ્ય છે અને સ્વર્ણ ક્રાંતિ ધરાવે છે. કોઇપણ માંગલિક કાર્યમાં ગુરૂ ગ્રહની સ્થિતી જોવી ખુબજ આવશ્યક છે અને તેના આધારે મુર્હુત જોવાય છે. ધન અને મીનમાં સ્વગ્રહી છે તો કર્કમાં ઉચ્ચનો અને મકરમાં નીચનો બને છે. ગુરૂ વ્યકિતને જીવનમાં પદ, પ્રતિષ્ઠા, પ્રસિધ્ધિ, અને પ્રગતિ અપાવે છે. પાંચ, સાત અને નવમાં સ્થાન પર ગુરૂની દ્રષ્ટિ હોય છે.
ગુરૂ થકી માંગલ્ય યોગ, ગજકેસરી યોગ અને હંસયોગ જેવા શુભ યોગ બને છે. ન્યુસરોલોજી પ્રમાણે ગુરૂનો અંક ૩ આવે છે. ગુરૂ જયારે વ્યકિતની કુંડલીમાં નબળો હોય કે વધુ પ્રબળ બનાવો હોય ત્યારે હળદર, પીળુ અનાજ જેમ કે ચણાદાળ, પીળુ વષા, લવણ, મીઠું, સ્વર્ણ, સાકર, અને અશ્વના દાનથી લાભ રહે છે અને નીચે આપેલ મંત્ર કરવો ‘ૐ ગ્રાં ગૌં સઃ ગુરૂવે નમઃ' તેમ છતાં સ્વર્ણનું દાન કરતા પહેલા કે કોઇને ગીફટ રૂપે આપતા પહેલા પોતાના જન્મના ગ્રહો ચકાસવા.
સુર્ય, ચંદ્ર અને મંગળ ગ્રહો મહારાજના મિત્ર ગ્રહો છે તેથી સુર્ય-ચંદ્ર-મંગળ સાથે ગુરૂ મહારાજ અતિ બળવાન બને છે અને શુભ યોગોનું નિર્માણ કરે છે.
ગુરૂ ગ્રહ શનિ-કેતુ અને રાહુ મહારાજ સાથે પણ વિવિષ્ઠ યોગો બનાવે છે અને વ્યકિતને અલગ જ પ્રતિભા અપાવે છે. શુક્ર સાથે પણ અવાર સોંદર્ય રૂપ આપે છે જયારે બુધ સાથે તીવ્ર અને શુભ બુધ્ધિ અને છઠ્ઠી ઇન્દ્રી વધુ જાગ્રત હોય છે.
ગુરૂ ગ્રહ કે જેને ૧ર ઉપગ્રહો છે. ભ્રમણ દિવસ ૪૩૩ર છે. ગુરૂ મહારાજ તા. ૧૪-૦પ-ર૦રપ ના દિવસે શુક્રની વૃષભ રાશિ છોડીને બુધ્ધની મિથુન રાશિમાં પ્રવેશ કરે છે. ગુરૂના આ રાશિ પરિવર્તન સમયે કર્કનો મંગળ, કેતુ કન્યામાં, ચંદ્ર વૃષ્ચિકમાં, શનિ, રાહુ અને શુક્ર મીનમાં, બુધ મેષમાં જયારે સુર્યદેવ વૃષભમાં બીરાજેલ છે.
ગુરૂના આ રાશિ પરિવર્તનથી થતી દરેક રાશિઓ પરની અસરો નીચે પ્રમાણે રહેશે.
મેષ રાશિ (અ.લ.ઇ)
હાલના આ રાશિ પરિવર્તનથી આપને સારૂ એવુ લાભ રહેશે. આપના જીવનમાં મહત્વના ફેરફારો થશે. આપને વિદેશ યાત્રા થાય અથવા વિદેશથી યેનકેન પ્રકારે લાભ અચૂક મલશે. ભાઇ બહેનો મિત્રોનો સાથ સહકાર ખુબ જ સારો રહેશે. જમીન મકાનના પ્રશ્નોમાં પણ લાભ મલશે.
સ્વાસ્થય બાબતે ચેતતુ રહેવું નરમ ગરમ રહયા કરે તેથી આપે આપના સ્વાસ્થય બાબતે બેદરકાર રહેશો નહિ. આપની પ્રતિષ્ઠામાં વધારો થશે, નાણાકીય બાબતે આપના નાણા સદઉપયોગમાં જશે.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
હાલનું આ રાશિ પરિવર્તન અને બીજા ગ્રહોના આધારે આપનો સમય સારો રહેશે. આપે કંઇ પણ નિર્ણયો ઉતાવળે ન લેવાની સલાહ છે. આપના ઉત્સાહ ઉમંગમાં વધારો થશે. આપના વખાણ થશે પણ તેનાથી ફુલાઇ ને ઉતાવળા કાર્યો વગર વિચાર્યે કાર્યો ન કરવા. નાણાની બચત જરૂરી રહેશે. સાહસિકતામાં વધારો થશે, અચાનક નાણામાં નોકરીમાં કે વ્યવસાયમાં ફેરફારો થશે. વડિલોની સલાહ સૂચનો પર ખાસ ધ્યાન આપવું. જન્મના ગ્રહો અનુકુળ હશે તો વધુ લાભ બને કોઇ ભાગ્યોદયની તક પ્રાપ્ત કરશો.
મિથુન રાશિઃ (ક.છ.ધ.)-
હાલના ગ્રહોનો આપની ફેવરમાં જ છે. આ સાથે જો આપના જન્મના ગ્રહો પ્રબળ હશે તો ગોચર ગ્રહો અને જન્મના ગ્રહો સોનામાં સુંગધ ભેળવશે. આપના સ્વાસ્થ્યમાં સુધારો થશે અટકતા કાર્યોને વેગ મલશે. નવી દિશાઓ મળશે. સાહસિકતામાં વધારો થશે જેનો પ્રભાવ આપના ફાયનાન્સીયલ પોઝીશન પર પડશે. જમીન મકાનના કાર્યો થોડા વિલંબમાં રહે. વડિલોથી લાભ રહેશે તેમની સલાશ સોના જેવી કિંમતી રહેશે. આપની બુધ્ધિમતા આપને નોકરી વ્યવસાયમાં આગવી છાપ ઉભી કરવામાં મદદ કરશે. વિદેશ રહેતા મિત્રોની મુલાકાત થાય. હિતશત્રુઓ ઉભા થાય પણ ફાવે નહિ.
કર્ક રાશિ (ડ.હ.):
હાલના ગ્રહો મુજબ આપને નાણાકીય લાભ રહેશે. આવક જાવકનું પ્રમાણ જળવાઇ રહેશે. જુના કર્જના પ્રશ્નોનું નિરાકરણ આવે. આધ્યાત્મિક વિચારોથી લાભ રહેશે. વ્યવસાયમાં અને નોકરીમાં અનુકુળતા રહે સ્થાનાંતર થવાની શકયતા રહે. સંતાનોના શુભ પ્રસંગો સફળ રહે. સંતાનોની પ્રગતિ થાય. જીવનસાથી સાથે મતભેદમાં ઉતરવું નહિ. આપના નિર્ણયો આપના મનના ગણિતને ધ્યાનમાં લઇને જ લેવા. નવ યુવક યુવતિઓને લવ મેરેજના યોગ ઉભા થશે. ભાઇ બહેનો મિત્ર સાથે મતભેદ રહે. આ સમય તમારી પાસે વધુ મહેનતે લાભ અપાવશે. જેથી મહેનત કરવાથી ખચકાશો નહિ.
સિંહ રાશિ- (મ.ટ.):
ગોચરના ગ્રહો આપની લાઇફમાં મહત્વના ચેન્જીસ લઇ આવશે. આ સમય આપના વ્યવસાય, નોકરી પારિવારીક સંબંધો પર દરેક ક્ષેત્રે ફેરફારો લઇને આવશે. જેની અસર આપના જન્મના ગ્રહો પર વધુ રહેશે. ગુરૂની પ્રકૃતિ સંચિત પુણ્ય અને કર્મોના ફળ આપવાની છે જે આપના જન્મના ગ્રહો અને આપના કાર્યો પર રહે છે. કોર્ટ કેસના કાર્યોથી દૂર રહેવું. જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે પણ જોઇતુ ફળ મળે નહિ. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પહેલુ સુખ તે જાતે નર્યા. શેર બજારમાં લાભ રહેશે. જે ટુકાગાળાનો હશે. આપની માન, પદ પ્રતિષ્ઠામાં સન્માન વધશે અને લાભ રહેશે. રોકાયેલા નાણા છુટા થાય નવી ઉઘરાણી ન કરવી.
કન્યા રાશિ (પ.ઠ.ણ):
હાલના ગોચરના ગ્રહો આપને માટે મધ્યમ રહેશે. આપના અટકતા કાર્યોને વેગ અપાવશે. જમીન મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવશે. જીવનસાથી સાથે મતભેદો રહયા કરે. નવી ભાગીદારી વ્યવસાય ન કરવો હિતાવહ છે. રોકાયેલા નાણા છુટા થશે. કાનુની કાર્યવાહીથી દુર રહેવુ હિતાવહ છે. મનગમતી યોજનામાં બહુ સફળતા ન મલે. કોઇની વાતમાં આવવું નહી. નોકરી વ્યવસાયમાં ફેરફારો કરવા નહી. ગાય કે કુતરાને રોટલી આપવી જરૂરીયાતવાળી વ્યકિતને ખીચડી (કાચી)નું દાન આપવું. જન્મના ગ્રહોનો પ્રભાવ સારો હશે તો વાંધો નહી આવે. માનસીક શાંતિ માટે દરરોજ ધ્યાન, યોગાભ્યાસ કરવું.
તુલા રાશિ (ર.ત):
હાલના ગોચરના ગ્રહો આપને માટે શુભ રહેશે. વિદેશ યાત્રા- પ્રવાસ થાય. દરિયાકિનારાથી લાભ રહે. ધનનું અવર જવર બેલેન્સડ રહેશે. નોકરીમાં પ્રમોશનના ચાન્સીસ છે. આપના ટેન્શન તકલીફો દૂર થતા ગણાશે. હિતશત્રુઓ ઉભા થાય પણ ફાવશે નહિ. આપને આપના જીવનસાથીનો સાથ સહકાર ખુબ જ સારો રહેશે. સ્વાસ્થય નરમ ગરમ રહેશે. ભાગ્યોદયની તકો પ્રાપ્ત થશે. પછી તે તકોને કેવી રીતે લેવી કયારે ઝડપી લેવી તે આપની બુધ્ધિ પ્રતિભા અને જન્મના ગ્રહો નકકી કરશે. આપના સાહસો આપને સફળતા અપાવશે.
વૃヘકિ રાશિ (ન.ય):
ગોૈચર ગ્રહો આપને રાહતની અનુભૂતિ કરાવશે. આપને શેરબજારમાં કોઇ રીસ્કી કાર્યોમાં નાણા બહુ જ વિચારીને લગાવવા, મોસાળ પક્ષેથી લાભ રહેશે. આપના જીવન સાથીથી પ્રતિષ્ઠામાં સારો એવો વધારો થશે. તેમની પ્રસિધ્ધ પ્રગતિપદથી આપને લાભ રહેશે. આપને વજન વધી ન જાય તે બાબતે જાળવવું પડશે. હેલ્થી લાઇફસ્ટાઇલથી લાભ રહેશે. આપને આપની જન્મભૂમિથી લાભ મલશે. નોકરીમાં ફેરફારો ન કરવા. આપને ઓવર કોન્ફીડન્સથી દૂર રહેવાની સલાહ છે. કાચી ખીચડીનું દાન લાભ અપાવશે.
ધન રાશિ (ભ.ફ.ધ.ઢ)
આપને માટે આ સમય ઘણી જ રાહત લઇને આવશે. લાંબા સમયથી કોઇક ને કોઇક અશાંતિ-ચિંતાઓ વિચાર વાયુના વાદળો આ બધુ ધીમેધીમે દુર થતુ લાગશે.આ સમય આપને મજબુત બનાવશે. વડિલો પારજીત મિલ્કત ના પ્રશ્નો ઉભા થશે.નોકરી વ્યવસાયમાં આપનું સ્થાન આગવું થશે.પ્રમોશન મલે કે કોઇ ખાસ સ્થાને ફેરફાર થાય . શેર માર્કેટમાં લાભ મલે. સંતાનોની પ્રગતિ થશે. જીવન સાથીનો સાથ રહેશે. જમીન મકાનના પ્રશ્નોના નિર્ણયો ન લેવા ટાળતા રહેવા. આસ્થા બાબતે પડવા વાગ્યાથી ચેતતું રહેવું વાહન ધીમે ચલાવવું ધાર્મિક કાર્યો થી લાભ. નાણા બચત કરવાની સુટેવ કેળવશો.
મકર રાશિ (ખ.જ.)
આપને માટે આ સમય મધ્યમ રહેશે. ભાઇ બહેનો મિત્રો સાથે મતભેદ ટાળવા તેમની સાથે બહાર જવાનું ટાળશો. બહાર ગામ જવાનું ટાળવું આપને માટે હિતાવહ રહેશે. નાણાકીય બાબતે સમય સારો રહેશે. જમીન મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવે.નવી પ્રોપર્ટીની ખરીદી શકય બનશે. મિલ્કતમાં વૃધ્ધિ થશે. માન-પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. હિતશત્રુઓથી ચેતતુ રહેવું. ભાગ્યોદયની તક મલતા મલતા રહી જતી હોય તેવું લાગે પણ ઉતાવળા નિર્ણયો ન લેવા લાભ કારક રહેશે.ગૃહકંકાશ ટાળવા હિતાવહ છે. વિદેશ યાત્રા પ્રવાસ થી લાભ રહેશે. આપની લાઇફ સ્ટાઇલ વધુ લકઝરીયસ બનશે. આ સમય દરમ્યાન પશુપક્ષી ઓ માટે પાણી ની વ્યવસ્થા કરવાથી વધુ લાભ મલશે.
કુંભ રાશિ (ગ.શ.સ.)
આ સમયમાં આપને નાણા ખર્ચ થાય. તે બાબતે ચિંતા રહે. નાણા બચતની ટેવ પાડવી. નાણાકીય ખર્ચ ઓ વધુ રહે પણ વાંધો ન આવે લકઝરીયસ ચીજ વસ્તુ મોજ શોખ માટે નાણા નો વપરાશ વધે. સંતાન પ્રાપ્તિ ના યોગ ઉભા થાય. ભાઇ બહેનો મિત્રો નો સાથ સહકાર ખુબજ સારો રહે. તેમની બુધ્ધિમતા આપને લાભ અપાવે. વડિલો નો પણ સાથ સારો રહેશે. આ સમય આપના માટે કુટુંબ ના પ્રેમનો સમયછે. આપને દરકે સભ્યોથી સાથ સહકાર- પ્રેમ મલશે. મોસાળા પક્ષ થી ધન લાભ થાય. વધુ પડતી દોડધામ રહે વધુ મહેનત કરવી પડે જેના કારણે આપના સ્વાસ્થ્યની કાળજી રાખવી. આસ્થા બાબતે બેદરકાર ન બનો તેનું ધ્યાન રાખવું જરૂરીયાત વાળી વ્યકિત ઓને પીળા ફ્રુટ ફળ નું દાન આપવું જે ખાટા ન હોવા જોઇએ.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.) -
આ સમય આપના જીવન માં મોટા બદલાવ લઇને આવશે. આપ આપની બુધ્ધિ પ્રતિભાથી નાણાવૃધ્ધિ કરી શકશો. આપના ભાઇ બહેનો મિત્રો માંઆપનું માન વધશે. આપને આપના સાહસ સફળતા તરફ લઇ જશે. જમીન મકાન અંગેના પ્રશ્નો રહે. સ્વાસ્થ્ય બાબતે તકલીફ રહેશે. શેર સટ્ટાથી લાભ રહેશે. ભાગ્યોદય ની તક મલે પણ આપ ઝપડવામાં વિલંબ કરો તેવું સમય સૂચન કરે છે. આપની માનસિક પરિસ્થિતિ નબળી રહે. ચિંતાઓ ના વાદળો રહે, વ્યર્થ વિચારો થી દુર રહેવું જીવન સાથી સાથે મતભેદ માં ન ઉતરવું તેમની સલાહ લાભ દાયક રહેશે. લકઝરીયસ ચીજ વસ્તુની દેખા દેખી થી દુર રહેવું મન ને ધાર્મિક પ્રવૃતિમાં પોરવવું સગાઇ લગ્ન ના નિર્ણયો ટાળવા, જન્મના ગ્રહો અને કર્મો પ્રમાણે ફળ મળતું જણાશે. પક્ષી ઓ માટે પાણી ની વ્યવસ્થા કરવી કાચી ખીચડી નું દાન આપવું.(૩૭.૩)
જનરલ ફળાદેશ - પૂર્વાનુમાન
- વિશ્વમાં કોઇ નવી શોધ થશે.
- વિશ્વમાં મોટા ગજાના નેતા પર આતંકી હુમલો
- હવાઇ - રેલ દુર્ઘટના
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ ખુબ જ સર્તકતા રાખવી પડશે.
- ચોમાસુ એકંદર સારુ રહેશે.
- વાવાઝોડાનો પ્રબળ યોગ બને છે. કુદરતી માનવ સર્જીત આફતોનો સામનો રહેશે.
- બુલિયન માર્કેટ બેતરફી વધ ઘટ.
- ભૂકંપ - આગના બનાવો. ધાર્મિક જગ્યાએ ભાગદોડ થઇ શકે.
- ફિલ્મી સિતારાનો અસ્તઃ
- લોકો અંધ શ્રધ્ધાનો ભોગ બનશે.
- અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ માટે મુશ્કેલી વાળો સમય - તબીયત-હુમલાની શકયતા
- પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનની સંભાવના સરહદો ઉપર અશાંતિ રહે.

- ફોરમ ગાંધી (મહેતા )નું
પૂર્વાનુમાન * રાજકોટ
મો. ૯૩૭૪૮ ૧૬૯૭૭
(11:34 AM IST)










