News of Wednesday, 14th May 2025
કુવાડવા પાસે રૂા.૨.૮૯ લાખનો દારૂ ભરેલી કાર સાથે રાજકોટ-રાજસ્થાનના બે ઝડપાયા
ક્રાઇમ બ્રાંચે ઘંટેશ્વર ૨૫ વારીયાના કાનો ટોળીયા અને રાજસ્થાનના અમરત મેઘવાળને પકડી કુલ ૧૩.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો પીસીબીએ દેશી-વિદેશી દારૂ સાથે બે મહિલા સહિત ૮ને પકડયા

રાજકોટ તા. ૧૪: શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે કુવાડવાથી રાજકોટ તરફ આવતાં ભાવનગર રોડ પર જતાં બીજા રીંગ રોડ પર ચાંદની હોટલ નજીક બાતમી પરથી વોચ રાખી દારૂનો જથ્થો ભરેલી ક્રેટા કાર સાથે રાજસ્થાન, રાજકોટના મુળ હાડાટોડાના બે શખ્સને ઝડપી લઇ કુલ રૂા. ૧૩,૨૧,૨૮૮નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દારૂની હેરાફેરી અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાંચના એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. તુલસીભાઇ ચુડાસમાને મળેલી બાતમી પરથી સિલ્વર રંગની ક્રેટા કાર જીજે૧૪બીએ-૪૭૪૭ને આંતરી લેવાઇ હતી. કારમાં તપાસ કરતાં ઓરેન્જહીલ વોડકા, મુનવોક વોડકા, ગ્રીનલેબલ વ્હીસ્કી, એઇટ પીએમ વ્હીસ્કી, વ્હાઇટલેક વોડકાની ૭૫૦ એમએલની અને ૧૮૦ એમએલની બોટલો, ચપલા મળી રૂા. ૨,૮૯,૨૮૮નો દારૂ મળી આવ્યો હતો.
પોલીસે દારૂ, કાર, ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૩,૨૧,૨૮૮નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો અમરત પુનમારામા મેઘવાળ (ઉ.વ.૨૮-રહે. સિધ્ધેશ્વર ગામ, સાંચોર જી. જાલોર-રાજસ્થાન) તથા કારા ઉર્ફ કાનો હીરાભાઇ ટોળીયા (ઉ.વ.૨૯-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા, જામનગર રોડ જલારામ હોટલ પાછળ, મુળ હાડાટોડા તા. ધ્રોલ)ને ઝડપી લીધા હતાં. આ બંને રાજસ્થાન તરફથી દારૂ ભરીને લાવ્યાનું રટણ કરતાં હોઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની સુચના અનુસાર પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ રણજીતસિંહ, અશોકભાઇ કલાલ, સંજયભાઇ, વિજયરાજસિંહ, હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, ક્રિપાલસિંહ ઝાલ, કોન્સ. તુલસીભાઇ, સંજયભાઇ ખાખરીયા, પ્રતિકસિંહ રાઠોડ, રામશીભાઇ કાળોતરાએ આ કામગીરી કરી હતી.
જ્યારે પીસીબીની ટીમોએ દેશી વિદેશી દારૂના દરોડામાં બે મહિલા સહિત ૮ને પકડયા હતાં. ભાવનગર રોડ માંડા ડુંગર પાસે ભીમરાવનગર મેઇન રોડ પરથી રામદેવ ભરતભાઇ ચોૈહાણને તથા મુક્તાબેન જેન્તીભાઇ પરમારને રૂા. ૩૦૦૦ના દેશી દારૂ સાથે, ખોખડદડ ગામ પડવલા રોડ પરથી મનસુખ ગોવિંદભાઇ પરમારને રૂા. ૨૦૦૦ના દેશી દારૂ સાથે તથા દિનદયાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નં. ૫માં આઇ ખોડલ કારખાનાની ઉપર ઓરડીમાંથી ગોૈતમ ઉર્ફ મારાજ અરવિંદભાઇ દુધરેજીયાને રૂા. ૧૨૦૦ના ૩ બોટલ દારૂ સાથે તેમજ કોઠારીયા સોલવન્ટ સાગર કારખાના પાછળથી રાજુ દડુભાઇ સાડમીયા, હુડકો ચોકડી પાસે ઓરડીમાંથી મુકેશ નરસીદાસ દાણીધારીયા, મંજુ ખોડાભાઇ સોલંકીને તથા ગુલાબનગરમાંથી હિતેશ દાનસીંગ ઝાલા, માંડા ડુંગર પાસેથી ઇમરાન સલિમભાઇ ભટ્ટી અને રણુજા મંદિર પાસેથી ભરત જાદવભાઇ સરીયાને દેશી દારૂના જથ્થા સાથે પીસીબીની ટીમે પકડી લીધા હતાં.
(3:00 PM IST)










