તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Wednesday, 14th May 2025
ખોડલધામ મહિલા સંગઠનના ટ્રસ્ટી બનતા અનારબેન પટેલઃ જેનીબેન ઠુંમર અને જશુમતીબેન કોરાટ કન્વીનર પદે નિયુક્ત

રાજકોટઃ ખોડલધામ મહિલા સંગઠનમાં નવી નિમણૂંકો કરવામાં આવી છે. જેમાં અનારબેન પટેલ ટ્રસ્ટી તરીકે, જેનીબેન ઠુંમર અને જશુમતીબેન કોરાટ કન્વીનર પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ ખોડલધામ મહિલા સંગઠનના ટ્રસ્ટી બન્યા છે. જ્યારે જેનીબેન ઠુંમર અને જશુમતીબેન કોરાટને સંગઠનના કન્વીનર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
(3:53 PM IST)










