<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ફોર્ચ્‍યુનર કારમાં દારૂના ૨૭ હજારના ‘ચપલા' સાથે દિક્ષીત ઝડપાયો

સુરતના ટૂર ટ્રાવેલ એજન્‍ટને એલસીબી ઝોન-૧ ટીમના મનરૂપગીરી, સત્‍યજીતસિંહ સહિતે પકડયોઃ ગોવા તરફથી લાવ્‍યાનું રટણ

રાજકોટ તા. ૧૪: શહેર એલસીબી ઝોન-૧ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી પરથી કુવાડવા હાઇવે તરઘડીયા ચોકડી પાસે રામધામ આશ્રમ નજીકથી જીજે૩૬બી-૩૬૩૬ નંબરની ફોર્ચ્‍યુનર કાર અટકાવી તલાસી લેતાં અંદરથી સ્‍ટર્લિંગ રિઝર્વ, આઇકોનીક વ્‍હાઇટ વ્‍હીસ્‍કી અને એન્‍ટીક્‍વીટી બ્‍લુ વ્‍હીસ્‍કીના રૂા. ૨૭૩૬૦ના ચપલા મળી આવતાં કબ્‍જે કરી કારચાલક દિક્ષીત મનસુખભાઇ સતાસીયા (ઉ.વ.૩૨-રહે. નિલકંઠ રેસીડેન્‍સી મકાન નં. ૧૦૫, સુરત કામરેજ)ની ધરપકડ કરી દારૂ, કાર મળી રૂા. ૧૦,૨૭,૩૬૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પીએસઆઇ બી. વી. ચુડાસમાની રાહબરીમાં મનરૂપગીરી ગોસ્‍વામી, સત્‍યજીતસિંહ જાડેજા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. આશખ્‍સ ટૂર ટ્રાવેલ એજન્‍ટ તરીકે કામ કરે છે. ગોવા તરફથી લાવ્‍યાનું રટણ કર્યુ હતું.

(3:54 PM IST)