<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ઓપરેશન સિંદૂરની સફળતાની દેશભરમાં ઉજવણી : રાજકોટ અને જામનગરમાં તિરંગા યાત્રા યોજાઇ

રાજકોટ અભૂમલી ભવન ચોક ખાતે મોટી સખ્યામં શહેરીજનો અને આગેવાનો જોડાયા: યાત્રા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઈ:લોકોએ ભારતના જવાનોના જોશને વધાવ્યો

રાજકોટ :ઓપરેશન સિંદુર સફળતાની ઉજવણીના ભાગરૂપે આજે જુદા જુદા શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. રાજકોટના બહુમાળી ચોક ખાતેથી સિંદુર યાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સખ્યામં શહેરીજનો અને આગેવાનો જોડાયા હતા અને યાત્રા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઈ જેમાં મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે જોવા મળ્યા હતા અને ભારતના જવાનોના જોશને વધાવ્યો હતો.

 

જમ્મુ કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાબાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનમાં જે Pok માં આવેલા આતંકવાદી ઠેકાણા હતા તેને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. સાથે સાથે કેટલાક જે આતંકવાદીઓનો સહયોગ કરતા હતા તેવી જગ્યાએ પણ એટેક કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના એરબેજ સહિતની જગ્યા ઉપર ભારત દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાનના 40 જવાનોના મોત પણ થયા હતા અને ભારતના વડાપ્રધાન અને સેનાના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આતંકવાદને કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે આતંકવાદની વાત માટે કોઈપણ વાટાઘાટો નહીં ચાલે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સહયોગ આપશે ત્યાં સુધી સિંધુ કરાર પણ બંધ રાખવામાં આવશે અને જો પાકિસ્તાન ન્યુક્લિયર અટેકની ધમકી આપતો હોય તો તે પણ સહન નહિ કરવામાં આવે. આતંકવાદની સામે વળતો આકરો પ્રહાર કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. ઓપરેશન સિંદુર સફળ થતાં આજે જુદા જુદા શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજકોટના બહુમાળી ચોક ખાતેથી સિંદુર યાત્રા યોજવામાં આવી હતી જેમાં શહેરીજનો અને આગેવાનો જોડાયા હતા અને સિંધુ યાત્રા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઈ જેમાં મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે જોવા મળ્યા હતા અને ભારતના જવાનોના જોશને  વધાવ્યો હતો. 

ભારતના વીર જવાનોની બહાદુરીના સન્માનમાં જામનગરમાં તિરંગા યાત્રા યોજાઈ. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. તિરંગા યાત્રામાં જામનગરની સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. જામનગર શહેરના વિવિધ માર્ગો પર દેશભક્તિના ગીતો અને અમર જવાનના નારા લાગ્યા હતા. જામનગરના મેયર, સાંસદ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા

(7:56 PM IST)