<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

જૂન મહિનામાં રાજકોટ એસ.ટી. ડીવીઝન નવી ૧૦૦ બસ ઉમેરશેઃ ડિલકસ બસ ડીમાન્‍ડ વધુ

ડિલકસ પ૦થી વધુ બસો ઉમેરાશેઃ દરેક ડેપો ઉપર રૂટો વધારવા નિર્ણય

રાજકોટ તા. ૧પઃ રાજકોટ એસ.ટી. ડીવીઝનલ નિયામક શ્રી કલોતરાએ ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે આગામી જૂન મહિનામાં અને જૂલાઇ મહિનામાં રાજકોટ એસ.ટી. ડીવીઝનમાં નવી ૧૦૦થી વધુ બસો ઉમેરાશે, આ અંગે વડી કચેરીએ મંજૂરી આપી દીધી છે.

જો કે એકી સાથે બસો નહીં આવે પરંતુ ૧ થી ર મહિનામાં ક્રમશઃ નવી બસો આવતી રહેશે, ખાસ કરીને ડિલકસ બસોની ડીમાન્‍ડ વધુ છે, અને તેમાંથી વધુ પ૦ જેટલી બસો ફાળવાઇ છે.

આ ઉપરાંત ર૮ જેટલી ગુર્જર નગરી, અને ૧પ થી ૧૭ મીની બસો આવશે, આ નવી બસો આવ્‍યા બાદ રાજકોટ ડિવીઝનના રાજકોટ સહિત તમામ ડેપોને ફાળવાશે, અને રૂટો વધારી દેવાશે. હાલ વેકેશન ચાલી રહ્યું હોય મુસાફરોનો ધસારો વધ્‍યો છે, ડિવીઝનની રોજની આવક ૬પ થી ૭૦ લાખે પહોંચી ગઇ છે

(11:49 AM IST)