News of Thursday, 15th May 2025
ઇન્દિરા સર્કલ રોયલ પાર્કમાં ત્રીજા માળેના દાદરેથી પટકાતાં નેપાળી યુવાનનું મોત
લક્ષ્મણ વિશ્વકર્મા ચોકીદારી કરતો હતોઃ રાતે સુવા જતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૫: ઇન્દિરા સર્કલ પાસે આવોલ રોયલ પાર્કના ખુણે રહેતાં અને ચોકીદારી કરતાં નેપાળી યુવાનનું રાત્રે ત્રીજા માળના દાદરેથી પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ લક્ષમણભાઇ ધરમસિંગ વિશ્વકર્મા (ઉ.વ.૪૦) નામનો યુવાન રાતે સાડા દસેક વાગ્યે ત્રીજા માળે જતો હતો ત્યારે દાદરેથી પડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન સવારે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર લક્ષમણભાઇ એક બહેનથી મોટો હતો. સંતાનમાં બે પુત્ર છે. અહિ ચોકીદારી કરી ગુજરાન ચલાવતો હતો. રાતે રૂમમાં સુવા જતી વખતે અકસ્માતે આ બનાવ બન્યાનું જણાવાયું હતું.
(2:57 PM IST)










