હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 15th May 2025
વીજતંત્રના અધીકારીઓ વાલ્મિકી સમાજના લોકોને ચેકીંગના નામે હેરાન કરે છે
એડી. કલેકટર આવેદન પાઠવી રજૂઆત કરતા અગ્રણીઓ

રાજકોટ : આજે રાજકોટ જિલ્લાના એડી. કલેકટર ને આવેદનપત્ર આપી. પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા જાતિ અને ધર્મનો ભેદભાવ રાખી, અવારનવાર વાલ્મિકી સમાજના વિસ્તારોમાં અભણ અને અશિક્ષિત લોકોના ઘરોમાં જઇને ચેકિંગના નામે કોરા કાગળો પર સાઇન અને આધાર કાર્ડના મોબાઇલ પર ફોટો ખેંચી હોદા અને સતાનો દૂર ઉપયોગ કરે છે. ગરીબ માણસોને લાખો રૂપિયાના ખોટા દંડ ફટકારનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનમાં વાલ્મિકી સમાજના અભિષેક ગૌરી, દશરથ પુરબિયા, અજય સોલંકી દ્વારા રજુઆત કરવામા઼ આવી હતી.
(3:31 PM IST)










