<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

રાજકોટ તિરંગા યાત્રામાં લોકો સ્‍વયંભુ જોડાયાઃ દેશભક્‍તિના ગીતો ગુંજયા

રાજકોટઃ ઓપરેશન સિંદૂર દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ અને માર્ગદર્શનમાં ભારતીય સેનાના વીર અને બહાદુર જવાનો દ્વારા અદ્વિતીય પરાક્રમનો પરચો બતાવી ભારતની સરહદપાર કરી આંતકીઓ અને આંતકવાદને હંમેશા પ્રોત્‍સાહન અને પીઠબળ પુરૂ પાડતાં પાકિસ્‍તાનની સરહદમાં છે કે અંદર સુધી ઘૂસી આંતકીઓના આશ્રય સ્‍થાનો અને તાલીમ કેમ્‍પોને એરસ્‍ટ્રાઈક દ્વારા ધ્‍વસ્‍ત કરી દેવા અને ત્‍યારબાદ પાકિસ્‍તાનના વિવિધ એરબેઝોનો પણ નાશ કરી દેવામાં આવ્‍યો છે. સેનાના જવાનોના ઓપરેશન સિંદૂરની આ સફળતાને સલામી આપવા રાજકોટ શહેર રાષ્‍ટ્રીય એકતા સમિતિ દ્વારા એક તિરંગા યાત્રા રાજકોટ શહેરના બહુમાળી ભવન ખાતેથી આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ તિરંગા યાત્રામાં રાજકોટ શહેરના સાધુ સંતો, સમાજના આગેવાનો, ઉધોગપતિઓ, વેપારીઓ, વિવિધ એસોશીએશન, એનજીઓ, પ્રબુધ્‍ધ નાગરિકો સહિત વિવિધ સંસ્‍થા સાથે જોડાયેલા આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. કર્ણાટક રાજયના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, લોકસભા સાંસદ  પરશોતમભાઈ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, આર્ષ વિધામંદિરના પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, રામકળષ્‍ણ આશ્રમ, સ્‍વામીનારાયણ સંપ્રદાય સહિત સનાતન ધર્મના સાધુ સંતો, બ્રહ્માકુમારી સંસ્‍થાના બહેનો,  શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, કમલેશભાઈ મીરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઇ પુજારા, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, જયમીનભાઈ ઠાકર, મનીષ રાડીયા, લીલુબેન જાદવ સહિત તમામ શ્રેણીના હોદ્દેદારો અને વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ-મહામંત્રી, શહેર મોરચાના હોદે્‌દારો, સેલના સંયોજક અને સહસંયોજક સહિત વિવિધ સામાજીક અને સેવાકીય અને શૈક્ષિણક સહિત તમામ ક્ષેત્રના આગેવાનો અને સમર્થકો, પૂર્વ સૈનિકો અને તેનો પરિવાર, એનસીસી કેડેટસ તેમજ રાજકોટ શહેરના દેશપ્રેમી નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

 ૨૦૦ ફુટથી મોટો તિરંગો, તિરંગા ખેસ, તરણેતરથી ખાસ આવેલ પારંપરિક વેશભુષા અને છત્રી સાથેના યુવાનો, નાસિક ઢોલ અને બેન્‍ડ,  દેશભકિતના ગીતો સાથેના ડી.જે., ભારત માતા અને સૈનિકની વેશભુષામાં આવેલ બાળકો આ તિરંગા યાત્રામાં મુખ્‍ય આકર્ષણો રહયા હતા. આ તિરંગા યાત્રાનો પ્રારંભ તિરંગા કલરના ફુગ્‍ગા આકાશમાં છોડી અને  ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા દીપપ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો. તેમ હિતેષ ઢોલરીયા અને શૈલેષ દવેની યાદીમાં જણાવાયું છે.(૪૦.૩૩)

(3:34 PM IST)