<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

શહેરના ચારેય ઝોનમાં દાખલા કાઢવાની કામગીરી શરૂ કરાવો

સાક્ષીઓ માંગવાનું બંધ કરોઃ કલેકટરને રજૂઆત

રાજકોટ, તા. ૧પઃ કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગ વસાવડા, નરેશ ગઢવીએ કલેકટરને આવેદન પત્ર પાઠવી ઉમેર્યુ છે કે, રાજકોટ શહેરને કુલ ચારમાં સમાવેશ કરવામાં આવેલ છે, પ્રજાને હેરાન ન થવું પડે તે માટે અલગ અલગ ઝોન બનાવેલ આવેલ છે. સરકાર તરફથી તેવું પણ જણાવેલ હતુ કે જે તે વિસ્‍તારમાં રહેતા લોકોને જે તે વિસ્‍તામાં આવેલ જનસુવિધા કેન્‍દ્રમાં આવકના દાખલા, નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ, રેશન કાર્ડ જેવી અનેક સેવાનો લાભ મળશે. પ્રજા હેરાન થાય તે માટે સુવિધા સરકાર તરફથી કરવામાં આવેલ છે.

હાલ માત્ર રાજકોટ શહેરમાં બહુમાળી ભવન તેમજ જુની મામલતદાર કચેરીમાં જ નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ કાઢી આપવામાં આવે છે. જેમા જુની મામલતદાર કચેરીમાં અરજદાર પોતે તેમજ અરજદાર વાલી અને નોન ક્રિમીલયર સર્ટીફિકેટ માટે સોગંદનામું હોવા છતાં બે અન્‍ય સાક્ષીઓની હાજર માંગે છે જેના કારણે પ્રજાને ખુબજ હાલાકી ભોગવી પડે જેથી અમારી એવી રજુઆત છે કે રાજકોટના ચારે ઝોનમાં નોન ક્રિમીલયરની કામગીરી તાત્‍કાલીક ધોરણે શરૂ કરવામાં આવે

(4:07 PM IST)