<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

કાલે રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ : મનપા દ્વારા વિવિધ આરોગ્‍યલક્ષી કાર્યક્રમો

દરેક વોર્ડમાં જાહેર પ્રદર્શન, સરકારી કચેરી, ઇન્‍ડસ્‍ટ્રીઝમાં વર્કશોપ, રેલીનું આયોજન : લોકોને મચ્‍છર ઉત્‍પતિ અટકાવવા પ્રયત્‍નોમાં સહયોગ આપવા તંત્રની અપીલ

રાજકોટ, તા. ૧પ : દર વર્ષ ૧૬ મે ને ‘'રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ'' તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના આરોગ્‍ય અને ૫રિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ડેન્‍ગ્‍યુ રોગ વિશે જાગળતિ ફેલાવવા તથા તેના નિયંત્રણ ૫ગલાને સઘન બનાવવા માટે ૧૬ મે ને રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ તરીકે ઉજવાય છે.

આ વર્ષની થીમ છે Check, Clean, Cover : Steps to defeat Dengue (ડેન્‍ગ્‍યુને હરાવવા માટે આ૫ના ઘરના પાણીના ભરેલા પાત્રો તપાસો, તેની સફાઇ કરો અને પાત્રો ઢાંકીને રાખો'' એટલે કે ડેન્‍ગ્‍યુ રોગ નિયંત્રણ માટે તમામ કક્ષાએથી જનસમુદાયનો સહયોગ અત્‍યંત આવશ્‍યક છે અને જનસમુદાયની ભાગીદારી જરૂરી છે.

ડેન્‍ગ્‍યુ એ વાઇરસથી થતો તથા એડીસ મચ્‍છર દ્વારા ફેલાતો રોગ છે. એડીસ મચ્‍છર દિવસે કરડે છે. ડેન્‍ગ્‍યુના લક્ષણો : તાવમાં કળતર, ઉલ્‍ટી ઉબકા, માથુ દુખવું વગેરે છે. સામાન્‍ય રીતે ડેન્‍ગ્‍યુના લક્ષણો ર થી ૭ દિવસ રહે છે. ડેન્‍ગ્‍યુથી પ્રભાવિત મોટાભાગના લોકો લગભગ એક અઠવાડિયા ૫છી સ્‍વસ્‍થ થઇ જાય છે. ૫રંતુ જાતે દવા ન લેતા ડોકટરને બતાવવું હિતાવહ છે.

આરોગ્‍ય શાખા - મેલેરિયા વિભાગ દ્વારા લોકોને ડેન્‍ગ્‍યુ વિષયક માહિતી આ૫વા તથા ડેન્‍ગ્‍યુના મચ્‍છરની ઉત્‍પતિ અટકાયતી ૫ગલાની સમજ આ૫વા માટે જુદા કાલે સવારે ઇજા ૧ર વાગ્‍યા સુધી વોર્ડવાઇઝ ગીતા ઇન્‍ડસ્‍ટ્રીઝ, સ્‍કુલ, સરકારી ઓફીસોમાં આરોગ્‍ય શિક્ષણના કાર્યક્રમો કરવામાં આવશે. 

ડેન્‍ગ્‍યુ ફેલાવતા મચ્‍છર ઘરની અંદર જ અથવા ઘરની આસપાસ પાણી ભરાઇ રહેતા પાત્રોમાં ઉત્‍પન્ન થાય છે. આથી ડેન્‍ગ્‍યુથી બચવા મચ્‍છર ઉત્‍પતિ અટકાવવા આટલું જરૂર કરીએ.

(૧) બિનજરૂરી ડબ્‍બાડુબ્‍લી, ટાયર, ભંગારનો યોગ્‍ય સ્‍થળે નિકાલ કરીએ.

(૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.

(૩) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરીએ.

(૪) પાણીની સિમેન્‍ટની ટાંકી, સિન્‍ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા તથા અન્‍ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્‍ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ.

(૫) અગાશી, છજજામાં જમા રહેતા વરસાદી પાણીનો નિકાલ કરીએ.

(૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ.

 ડેન્‍ગ્‍યુ નિયંત્રણમાં મહાનગરપાલિકાના પ્રયત્‍નોમાં સહકાર આપો. ‘'જયાં જયાં પાણી, ત્‍યાં ત્‍યાં પોરા, જયાં જયાં પોરા, ત્‍યાં ત્‍યાં મચ્‍છર, જયાં જયાં મચ્‍છર, ત્‍યાં ત્‍યાં ડેન્‍ગ્‍યુ

(4:09 PM IST)