હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

રાજકોટ, તા. ૧પઃ રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ ગોંડલ રોડ ચોકડી પાસે વાવડી ખાતે ઔદ્યોગિક હેતુની જમીનમાં બીએપીએલ સ્વામિનારાયણ મંદિર પ્રેમવતી રેસ્ટોરન્ટ, ગાર્ડન અને -૪ રૂમ તથા ઓફીસનું બાંધકામ કરાયાનું અને ખૂલ્લેઆમ શરતભંગ થઇ રહ્યાનો ચોંકાવનારો રીપોર્ટ સીટી પ્રાંત-ર શ્રી મહેશ જૈનને ગઇકાલે સાંજે મોકલી દેતા અને બીજી વખત પણ શરતભંગ થઇ રહ્યાનું જણાવતા સન્નાટો પ્રસરી ગયો છે.
હવે સીટી પ્રાંત-ર શ્રી મહેશ જૈન દ્વારા કલેકટરને રીપોર્ટ કરાશે, બાદમાં કલેકટર દ્વારા બીએસપીએસ સંસ્થા અને કરાયેલ શરતભંગ અંગે કાર્યવાહી થશે.
અત્રે એ નોંધનીય છે કે બીએપીએસ સંસ્થાને કલેકટર તંત્ર દ્વારા કુલ ૧૦ હજાર ચો.મી. જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવી હતી, પરંતુ આ જમીનમાં રેસ્ટોરન્ટ અને મંદિરનુ઼ બાંધકામ થયું છે, અને આ આખી જગ્યા ઔદ્યોગિક ઝોનમાં આવતી હોય હવે કલેકટર તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર મીટ મંડાઇ છે.
અગાઉ તાલુકા મામલતદારે નેશનલ હાઇવે ઓથોરીટીને પત્ર પાઠવી પ્રેમવતી રેસ્ટોરન્ટે માર્જીનમાં દબાણ કર્યુ છે કે કેમ તેનો રીપોર્ટ માંગ્યો હતો, પરંતુ નેશનલ હાઇવે ઓથોરીટીએ હજુ કોઇ રીપોર્ટ નહિ પાઠવતા રાજકોટના સરવે નં. ૩૮/૧ પૈકી પ્લોટ નં. ૧ થી ૧૦ ની જમીન અંગે મામલતદારશ્રી મકવાણાએ શરત ભંગ થતો હોવાનો રીપોર્ટ પાઠવ્યો છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM