<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

માસ્‍ટર આઇડી મેળવી લાઇવ કેસીનો તથા ક્રિકેટનો જુગાર રમવાની આઇડી બનાવી ગ્રાહકોને ફોરવર્ડ કરતો નેહલ માણેક ઝડપાયો

ક્રાઇમ બ્રાન્‍ચના એએસઆઇ ચેતનસિંહ ગોહીલ અને હેડ કોન્‍સ્‍ટેબલ કનકસિંહ સોલંકી તેમજ દિપકભાઇ ડાંગરની ટુકડીને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોડ પરથી ઝડપી લેવાયોઃ સુરેન્‍દ્રનગરના ભગીરથસિંહ ઝાલા, પડધરીના જાબર અને અમદાવાદના પાર્થ પટેલની શોધખોળ

રાજકોટ, તા., ૧૫ : ક્રાઇમ બ્રાન્‍ચે ગઇ રાત્રે યુનિવર્સિટી રોડ પરના ઝવેરચંદ મેઘાણી ટાવરના દરવાજા પાસેથી પુર્વ બાતમીના આધારે મોબાઇલ અને જુદી જુદી એપ્‍લીકેશન  ઉપર જુગાર રમતા અને રમાડતા નેહલ અશ્વીનભાઇ માણેક (ઉ.વ.૪૮)ને ઝડપી લીધો હતો.

નેહલની પુછપરછમાં તેણે કોની પાસેથી  માસ્‍ટર આઇડી મેળવી, કોને-કોને ફોરવર્ડ કરી છે તે અંગેની વિગતો બહાર આવતા સુરેન્‍દ્રનગરના ભગીરથસિંહ જશુભા ઝાલા, પડધરીના જાબર અને અમદાવાદના પાર્થ પટેલ સામે પણ જુગારધારા ૧ર મુજબ ગુન્‍હો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

નેહલ ઝડપાયો ત્‍યારે તેના હાથમાં રહેલ મોબાઇલ ફોનમાં જોર્ડન ર૪૭ નામની માસ્‍ટર આઇડી ખુલ્લી જોવા મળી હતી. ઉપરાંત એનકેએનકે૭૦, બેલેન્‍સ ૩પ,૦પ,૦૩૪.૦૦ એકસ્‍પોઝર ૧૮,ર૦૦.૦૦ ક્રેડીટ પોઇન્‍ટ પ૦,૦૦,૦૦૦, ઓલ પોઇન્‍ટસ ૪૮,૦૬,ર૮૮ અને સેટલમેન્‍ટ પોઇન્‍ટ ૧,૯૩,૭૧૧, અપર પોઇન્‍ટસ ૧૮,૯૪,પ૩૧, ડાઉન પોઇન્‍ટ ૧૮,૯૪,૪૯૭ તથા તીનપતી કસીનો અને સ્‍પોર્ટસની અલગ અલગ ગેઇમ્‍સના પેઇઝ જોવા મળ્‍યા હતા. આ મોબાઇલ ફોનમાં ઓપન માસ્‍ટર આઇડીના જરૂરી સ્‍ક્રીન શોટસ લઇ પ્રિન્‍ટ કઢાવી ક્રાઇમ બ્રાન્‍ચની ટુકડીએ એકાઉન્‍ટ લીસ્‍ટ ઓપન કરતા જુદા જુદા ૧૪ યુઝસ નેઇમવાળા ખાતા મળી આવ્‍યા હતા. આ ઉપરાંત ડકડકગો નામની એપ્‍લીકેશનમાં જોર્ડન ર૪૭.આઇઓ/એડમીન નામની લીંકથી જોર્ડન ર૪૭ માસ્‍ટર આઇડી જેના યુઝર નેઇમ એનએનકે૭૦ તથા પાસવર્ડ Pass@7777 થી ઓપન કરી આ માસ્‍ટર આઇડીમાંથી અલગ અલગ ટાઇપના કેસીનો ગેઇમ તથા ક્રિકેટ મેચનો સટ્ટો રમી શકાય તેવી યુઝર આઇડી બનાવી પોતાના ગ્રાહકોને ફોરવર્ડ કર્યાનું અને હારજીતનો જુગાર રમાડતો હોવાનું ખુલ્‍યું હતું.

 ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ એમ.આર.ગોંડલીયા, એએસઆઇ ચેતનસિંહ ગોહીલ, હેડ કોન્‍સ્‍ટેબલ કનકસિંહ સોલંકી, પોલીસમેન અરવિંદફતેપરા અને હેડ કોન્‍સ્‍ટેબલ દિપકભાઇ ડાંગર સહીતની ટુકડીએ સુરેન્‍દ્રનગર, પડધરી અને અમદાવાદના ૩ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(4:12 PM IST)