<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

પાણી લ્‍યો, પૈસા દયો- તા.૧ જુનથી આજી- ન્‍યારીમાં નર્મદાના નીર ઠાલવશે, સરકારે ૧૯૩ કરોડ માંગ્‍યા

ટેન્‍કર રાજ હજુ પુરુ થયુ નથી, વોર્ડ નં૩ ની સોસાયટીઓમાં પાણીની ઘાણી

રાજકોટ  તા.૧૫: રાજકોટ શહેરની દૈનીકં પાણી વિતરણ  માટે ૪૦૦ એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. જેના સ્‍ત્રોત આજી-૧, ન્‍યારી-૧ તેમજ બેડી ખાતેથી નર્મદાનીર અને ભાદર ડેમમાંથી પાણી ઉપાડી પુરુ પાડવામાં આવી રહ્યું છે. ત્‍યારે દર વર્ષની માફક એપ્રિલ માસ બાદ આજી અને ન્‍યારી ડેમનું ડેડ લેવલ આવી જતાં હવે બન્ને ડેમમાં ફક્‍ત ૧૫ દિવસનું પાણી હોય ત્‍યારે મનપા દ્વારા સરકાર પાસે સૌની યોજના અંતર્ગત આગોતરા આયોજન  માટે એક જુન થી નર્મદાનીર ઠલવા માટેની મનપા તંત્ર દ્વારા પત્ર પાઠવામાં આવ્‍યો છે.

 મહાનગરપાલિકા દ્વારા શહેરની પાણી વિતરણ વ્‍યવસ્‍થા સુચારૂરૂપે  જાળવેવા માટે ઉક્‍ત સંદર્ભ - ૧ થી આજી-૧ જળાશયમાં તબક્કાવાર કુલ ૧૮૦૦ એમ.સી.એફ.ટી તથા ન્‍યારી-૧ જળાશયમાં કુલ ૭૦૦ એમ.સી.એફ.ટી એમ કુલ ૨૫૦૦ એમ.સી.એફ.ટી પાણીનાં જથ્‍થાની માંગણી કરવામાં આવેલ, જે પૈકી આજની તારીખ સુધીમાં આજી-૧ જળાશયમાં કુલ ૮૩૬ એમ.સી.એફ.ટી તથા ન્‍યારી-૧ જળાશયમાં કુલ ૭૭૨ એમ.સી.એફ.ટી એમ કુલ ૧૬૦૧ એમ.સી.એફ.ટી પાણી સૌની યોજના દ્વારા આપવામાં આવેલ છે. આજી-૧ ડેમનું હાલનું લેવલ ર૨.૯૦ ફૂટ તથા ઉપલબ્‍ધ જથ્‍થો ૫૪૫ એમ.સી.એફ.ટી છે. જયારે ન્‍યારી-૧ ડેમનું હાલનું લેવલ ૧૮.૭૦ ફૂટ તથા ઉપલબ્‍ધ જથ્‍થો ૬૩૮ એમ.સી.એફ.ટી છે. જે ધ્‍યાને લઈ સૌની યોજના દ્વારા આજી-૧ તથા ન્‍યારી-૧ જળાશયમાં જૂન માસના પ્રથમ સપ્તાહથી બાકી રહેતું પાણી આપવા માટે યોગ્‍ય કરશો.

  મહાનગરપાલિકાની ઇસ્‍ટ ઝોન કચેરી દ્વારા વોર્ડ નં.૪, ૫, ૧૫, ૬, ૧૬ અને ૧૮માં દૈનિક ૧૨ હજાર લિટરના ૫ અને ૫ હજાર લિટરના ૧૬૭ ટેન્‍કરના ફેરા દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને દરરોજ ૧૨૦૦૦ લોકોને ૮.૯૫ લાખ લિટર પાણી વિતરણ કરાઇ રહ્યું છે. તેવી જ રીતે સેન્‍ટ્રલ ઝોન દ્વારા વોર્ડ નં.૩માં આવેલી સોસાયટીઓમાં એકાંતરા ૧૦ હજાર લિટરના ૬૦ ટેન્‍કરના ફેરા અને ૫૦૦૦ લિટરના ૧૩૦ ટેન્‍કરના ફેરા દ્વારા સવા ડઝનથી વધુ સોસાયટીમાં પાણી વિતરણ કરવામાં આવે છે. સેન્‍ટ્રલ ઝોનમાં માથાદીઠ ૭૫ લિટર પાણી ગણીએ તો લગભગ એકાંતરા ૮૪૦૦ લોકોને ૧૨.૫૦ લાખ લિટર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધ જાય છે કે, સોૈની યોજના મારફત નર્મદાનીર આપવામાં આવતીકાલનું બાકી બીલ રૂા. ૧૯૩ કરોડ મનપા ના વોટર વર્કસ વિભાગને  ફરી મોકલવામાં આવેલ છે.

(4:14 PM IST)