<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

માધાપર ચોકડીએ નવા બિલ્‍ડીંગની સાઇટ પર પટકાતાં યુવાનનું મોતઃ ધક્કો દીધાનો આક્ષેપ

લિફટના ખાંચામાંથી પટકાયોઃહરિ ધવા રોડ સરદારપટેલ સોસાયટીનો વિવેક રાઘવાણી લાદી કામ કરતો હતોઃ બે ભાઇમાં નાનો હતોઃ ૨૫ ર્વર્ષિય દિકરાના મોતથી પરિવારમાં કલ્‍પાંતઃ પરિવારજનોના આક્ષેપને પગલે પોલીસ તપાસનો ધમધમાટ

જ્‍યાં બનાવ બન્‍યો તે નવા બની રહેલા બિલ્‍ડીંગની સાઇટ, હોસ્‍પિટલે મૃતકના પરિવારજનો અને ઇન્‍સેટમાં મૃતક વિવેકનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૫: શહેરની માધાપર ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર નવા બની રહેલા બિલ્‍ડીંગની સાઇટ પર ચોથા માળેથી લિફટના ખાંચામાંથી પટકાતાં હરિ ધવા માર્ગ પર રહેતાં યુવાનનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. પરિવારજનોએ આ બનાવમાં પોતાના પુત્રને કોઇએ ધક્કો દઇ પછાડી દીધાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ હરિ ધવા માર્ગ પર આવેલી સરદારપટેલ સોસાયટી-૧-ડીમાં રહેતો વિવેક દિલીપભાઇ રાઘવાણી (ઉ.વ.૨૫) માધાપર ચોકડીએ નવા બની રહેલા મેરીગોલ્‍ડ બિલ્‍ડીંગની સાઇટ પર લાદી કામ માટે ગયો હોઇ ત્‍યાં લિફટના ખાંચામાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો, સ્‍વજનો મોટી સંખ્‍યામાં હોસ્‍પિટલે પહોંચી ગયા હતાં. વિવેક ચોથા માળે લિફટના ખાંચામાંથી પડી જતાં મોત થયાની પ્રાથમિક વિગતો ખુલી હતી. પરંતુ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે કોઇ કારણોસર કોઇએ તેને ધક્કો દઇ દીધો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.

મૃત્‍યુ પામનાર વિવેક બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તેના પિતા દિલીપભાઇ રાઘવાણી પણ કડીયા કામની મજૂરી કરે છે. પચ્‍ચીસ વર્ષિય યુવાન દિકરાના મોતથી રાઘવાણી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

 

(4:21 PM IST)