News of Thursday, 15th May 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નવા સત્રથી ડિજિટલ એરેસ્ટ-હનીટ્રેપ રિસર્ચનો એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો ડિપ્લોમાં કોર્સનો અભ્યાસ
ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ અને હનીટ્રેપ પર રિસર્ચ કરશે.

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નવા સત્રની શરુઆતથી ડિજિટલ એરેસ્ટ-હનીટ્રેપ રિસર્ચનો એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો ડિપ્લોમાં કોર્સનો અભ્યાસ કરી શકશે. આ સિવાય ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ અને હનીટ્રેપ પર રિસર્ચ કરશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વર્ષ 2025-26ના નવા શૈક્ષણિક સત્રથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન હ્યુમન રાઇટ્સ ઍન્ડ સાયબર સિક્યુરિટી લોનો નવો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ સાયબર ગુનાઓ અને તેની મોડેસ ઓપરેન્ડીનુ ડેટા એનાલિસિસ કરી સંશોધન કરશે. જેમાં સાયબર ક્રાઇમની સમજ, મનોવૈજ્ઞાનિક તકનીક, સોશિયલ મીડિયા ફ્રોડ, ઓનલાઇન બેન્કિંગ-મોબાઇલ એપ્લિકેશન ફ્રોડ, કોમ્પ્યુટર-લેપટોપ પર વાયરસ એટેક, સાયબર ક્રાઇમને લગતા કાયદાઓ, બચવા માટેના ઉપાયો પર અભ્યાસ થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનનાં અધ્યક્ષના કહેવા પ્રમાણે, મને ગત વર્ષે સાયબર સિક્યુરિટી ક્લબ અંતર્ગત કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સાઇબર ક્રાઇમની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને માનવ અધિકારી અને સાયબર ગુનાઓ સબંધિત પી.જી. ડિપ્લોમા ઈન હ્યુમન રાઇટ્સ સાયબર સિકયુરિટી લોનો અભ્યાસક્રમ શરૂ કરી. કુલપતિ ડો. ઉત્પલ જોશી એ વર્ષ 2025-26 થી આ કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
(11:02 PM IST)










