News of Friday, 16th May 2025
કરાટે, પેઇન્ટિંગ, ડાન્સ સહિતની તાલીમના સમરકેમ્પઃ પોલીસ પરિવાર ખુશખુશાલ
અઘોષિત યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પોલીસ સ્ટાફની રજા રદ થતા તેમના પરિવારના સંતાનોને પ્રોત્સાહિત કરવા અમદાવાદ સીપીના સૂચનથી અનુકરણીય આયોજન : સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા પોલીસ લાઇનના બાળકોના મોઢા પર ખુશી લાવવામાં સફળ રહ્યા

રાજકોટ, તા. ૧૬: કાશ્મીર ખીણની બર્બરતભરી આતંકી ઘટનાઓ અને ત્યારબાદ અઘોષિત યુદ્ધ જેવી બન્ને દેશ વચ્ચે કાર્યવાહીથી પ્રજાની રક્ષા પરિવારના ભોગે કરતા પોલીસ સ્ટાફને બાળકો સાથે રહેવા માટે જે રજાઓ મળવી જોઈએ તેના પર પ્રતિબંધને કારણે માનવીય અભિગમ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક ટીમ દ્વારા પોલીસ સ્ટાફના બાળકો માટે અનોખા સમરકેમ્પનું આયોજન કરતા પોલીસ પરિવારમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.
અમદાવાદ શહર આધક પાલાસ કમિશનર, સેકટર ૦૨ શ્રી જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશ્નર, ઝોન ૦૬, શ્રી રવિ મોહન સૈની, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા, કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન ૦૬ વિસ્તારમાં ઈસનપુર અને દાણીલીમડા લાઇનના બાળકો માટે, ઈસનપુર સૌરાષ્ટ્ર પટેલ સમાજના હોલ ખાતે, વટવા પોલીસ સ્ટેશન ખાતે અને મણિનગર પોલીસ દ્વારા બેસ્ટ સ્કુલ ખાતે જુદા જુદા ત્રણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે ૧૭૫ જેટલા પોલીસ લાઈનમાં વસતા બાળકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેવાકીય સંસ્થા કોફી વિથ ક્રિએટિવિટીના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ સમર કેમ્પમાં બાળકોને પેઇન્ટિંગ, કેલીગ્રાફી, કરાટે, ડાન્સ, ચેસ, મહેંદી, વિગેરે જેવી વિવિધ પ્રવળત્તિઓ કરાવવામાં આવે છે. જેનાથી બાળકોમાં સ્વયમ શિસ્ત, સ્વનિર્ભરતા, ક્રિએટિવિટી અને સર્વાંગી વિકાસના ગુણો પણ વિકસિત થાય છે. અમદાવાદ શહેર ખાતે પોલીસ લાઈનમાં વસવાટ કરતા બાળકો માટેના આ સમર પ્રયોગને ખૂબ આવકાર મળ્યો છે
(3:22 PM IST)










