News of Friday, 16th May 2025
મરચાના ધંધાર્થી મુકેશ અને પત્નિ ગીતા પર પડોશીનો પાઇપ-દાંતરડાથી હુમલોઃ મુકેશનો હાથ બટકી ગયો
રૈયાધાર બાપા સિતારામ ગોૈશાળા પાસે રાતે બનાવઃ ઘરમાં જુવાન દિકરીઓ હોઇ પડોશી મહેશને ગાળો બોલવાની મુકેશે ના પાડતાં પત્નિ કાજલ સાથે મળી હુમલો કર્યોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૬: રૈયાધાર બાપા સિતારામ ગોૈશાળા પાસે રહેતાં અને નાના મવા સર્કલ પાસે મરચા પીઠમાં વેપાર કરતાં દંપતિ પર રાતે ઘર પાસે હતાં ત્યારે પડોશી દંપતિએ પાઇપ-દાતરડાથી હુમલો કરતાં યુવાનનો એક હાથ કોણીએથી બટકી ગયો હતો અને તેની પત્નિને માથામાં ઇજા થઇ હતી. પડોશીને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઇને પોતાની પત્નિ સાથે મળી હલ્લો મચાવ્યો હતો.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર શિતલપાર્ક ચોકડી બાપા સિતારામ ગોૈશાળા પાસે રહેતાં અને નામના મવા સર્કલ પાસે શ્રીરામ મસાલા માર્કેટમાં ખોડલધામ મરચા પીઠમાં વેપાર-મજૂરી કરતાં મુકેશ જગદીશભાઇ સોલંકી (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી તેના જ પડોશમાં રહેતાં મહેશ કરમશીભાઇ કુવાનીયા અને તેની પત્નિ કાજલ મહેશ કુવાનીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મુકેશે જણાવ્યું હતું કે હું પત્નિ ગીતા (ઉ.વ.૪૦) અને ત્રણ દિકરી તથા એક દિકરા સાથે રહુ છું અને મસાલા માર્કેટમાં સુકા મરચાનો ધંધો કરુ છું. સાંજે હું અ ને મારી પત્નિ મસાલા માર્કેટમાં હતાં ત્યારે વરસાદ પડતાં ધંધો બંધ કરી છકડામાં ઘરે આવી ગયા હતાં. સાંજે સાતેક વાગ્યે મારી પત્નિ રસોઇ બનાતી હતી અને દિકરીઓ પણ તેને મદદ કરતી હતી ત્યારે પડશોમાં રહેતો મહેશ કુવાનીયા મારા ઘર પાસે ઉભો રહી જો જોરથી રાડો પાડી ગાળો બોલતો હોઇ હું બહાર ગયોહતો અને મહેશને કહેલું કે ઘરમાં મારે જુવાન દિકરીઓ છે, આ રીતે તું ગાળો ન બોલ.
આ સાંભળી મહેશ ઉશ્કેરાઇ ગયો હતો અને મને ગાળો દેવા માંડયો હતો. મારી પત્નિ ગીતા દેકારો સાંભળી બહાર આવી હતી અને મહેશને સમજાવતાં તે વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને તેના ઘરેથી લોખંડનો પાઇ લાવી મને ડાબા હાથે મારી દીધો હતો. જોરદાર ઘા લાગતાં મારો હોથ કોણીએથી લબડી ગયો હતો. એ દરમિયાન મહેશની પત્નિ કાજલ પણ દાતરડુ લઇને આવી હતી. મહેશે તેના હાથમાંથી દાતરડુ ઝુંટવી ફરીથી મને ડાબા હાથે ઘા મારી દીધો હતો. મારી પત્નિ વચ્ચે પડતાં તેને કાજલે ઢીકાપાટુ મારી વાળ પકડી પછાડી દીધી હતી. તેમજ મહેશે મારી પત્નિને પણ પાઇપનો ઘા મારથા પાછળ મારીદેતાં તે અર્ધબેભાન જેવી થઇ પડી ગઇ હતી.
દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં મહેશ અને તેની પત્નિ પોતાનું ઘર ખુલ્લુ મુકી ભાગી ગયા હતાં. પડોશી મહેન્દ્રભાઇએ ૧૦૮ને ફોન કરતાં અમને પતિ-પત્નિને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તબિબે નિદાન કરતાં મને ડાબા હાથે કોણીમાં ફ્રેકચર હોવાનું જણાયું હતું. તેમ વધુમાં મહેશે કહેતાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. કે. પંડયા, હિતેષભાઇ જોગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:52 PM IST)










