News of Friday, 16th May 2025
એકતા મિત્ર મંડળ દ્વારા ૩૧મીએ રામામંડળઃ ૧ જુને રાંદલ માતાજીના ૧૦૮ લોટા ઉત્સવનું આયોજન
૧૧૦૦ થી વધુ દીકરીઓ ગોરણી પ્રસાદનો લાભ લેશે, મહાઆરતી, રાસગરબા

રાજકોટઃ એકતા મિત્ર મંડળ દ્વારા માં ભગવતી રાંદલમાતાજીના ૧૦૮ લોટા તથા રામામંડળનું આયોજન સતત ચોથા વર્ષે કરવામાં આવેલ છે. રામ રણુંજા શેરી નં. ૩ કોઠારીયા રોડ ખાતે તા. ૩૧ મેં ના રાત્રે નામાંકિત વચલી ઘોડીવાળાનું રામામંડલનું સાંજે ૮ થી ૧ર સુધી કનૈયા ચોક, રણુંજા મંદિર સામે, કોઠારીયા રોડ કરવામાં આવેલ છે. જયારે તા. ૦૧ જુનના રોજ ભગવતીમા રાંદલમાતાજીના ૧૦૮ લોટાનો કાર્યક્રમ સવારે ૭ થી રાખેલ છે. ગોરણી પ્રસાદમાં ૧૧૦૦ થી વધુ બાળાઓ લાભ લેશે. જેનો સમય સવારે ૧૧ થી ર રહેશે. સાંજે માં ભગવતી રાંદલમાંનો ઘોડાનો સમય સાંજે ૪ થી ૬ તથા મહાઆરતી ત્યારબાદ રાસ ગરબાની રમઝટ બોલાવશે.
આયોજનમાં એકતા મિત્રમંડળના પ્રમુખ હરિભાઇ રાઠોડ, ટ્રસ્ટી ઇંદુભા રાઓલ, ગોપાલભાઇ અનડકટ, ભરતસિંહ જાડેજા, લાલાભાઇ અલગોતર, દિપકભાઇ લહેરૂ , પિન્સભાઇ ગજેરા, ઉમંગભાઇ બાવાજી તથા સર્વે ધર્મ-પ્રેમી ભાઇઓ બહેનો, સંતો-મહંતો, સામાજિક આગેવાનો રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન જગદેવસિંહ જાડેજા (ડેરી) કરશે.
માં ભગવતી રાંદલમાંના લોટા લખવા માટે સંસ્થાના પ્રમુખ હરિભાઇ રાઠોડ મો. ૯૯૨૪૬ ૦૧૮૭૦, ઇંદુભા રાઓલ મો.નં. ૯૮૨૫૦ ૮૬૨૭૭, લાલાભાઇ આલગોતર મો.નં. ૭૮૬૨૦ ૫૯૫૫૦નો સંપર્ક કરવો.
તસ્વીરમાં હરિભાઇ રાઠોડ, ઇંદુભા રાઓલ, લાલાભાઇ આલગોતર, ભરતસિંહ જાડેજા, દિપકભાઇ લેહેરૂ, પ્રિન્સભાઇ ગજેરા, ઉમંગભાઇ બાવાજી, અશ્વિનભા ગઢવી, દેવશીભાઇ સાથલિયા,ગજેન્દ્રસિંહ ઝાલા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:40 PM IST)










