<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ઓપરેશન સિંદુર, સેના બહાદુર, દુશ્‍મનોના હોંસલા ચકનાચુર, ફીર ભી મંઝીલ કયોં લગતી દુર ?

 

ચારેબાજુ ઓપરેશન સિંદુરની ચર્ચા છે, તે પાછળનો ગર્વ છે. સતાધારી પક્ષ આ પ્રસંગને અનુરૂપ યાત્રા દેશમાં ફેરવવાની તૈયારી છે તે સ્‍વભાવીક છે.

દેશમાં પાકિસ્‍તાનને કરારો જવાબ મળ્‍યાનો આનંદ છે હોવો જ જોઇએ. દેશપ્રેમી નાગરીકો આ પ્રસંગને વધાવી લે તે સમયોચીત પણ ગણાય છતા પણ ભુતકાળ અને વર્તમાનનું એનાલીસીસ કરતા ભારતે આને પુર્ણવિરામ નહી પણ અલ્‍પવિરામ સમજીને જ આગળ વધવુ રહયું. ખરે ટાણે જયારે આપણા દુશ્‍મનખો ભુલી જાય તેવુ પરાક્રમ દર્શાવ્‍યું. દેશમાં ઉત્‍સાહ અને આનંદના ઘોડાપુર ઉમટયા ત્‍યારે અચાનક યુધ્‍ધવિરામની જાહેરાતે મજા બગાડી નાખી. યુધ્‍ધ વિરામની ઘોષણા પાછળના રાજનીતીક કારણો ભલે ગમે તે હોય પણ દુશ્‍મનને ખોખરૂ કરી કરીને શરણે લાવવાની સોનેરી તક હાથમાંથી નિકળી ગયાનો અહેસાસ થાય છે.

મારા જેવો અહેસાસ મોટાભાગના ભારતીયોને થયો હશે. હાથમાં આવેલા દુશ્‍મરનને જવા દેવાથી થતા નુકશાનના દાખલાથી ભારતીય ઇતિહાસ ભરેલો છે. પૃથ્‍વીરાજ ચૌહાણે વારંવાર ધોરી ઉપર દયા ખાઇને જીવતો જવા દેવાની ગમખ્‍વાર ભુલ કરી નાખી. આ એક માત્ર ઉદાહરણ નથી. ૧૮પ૭ના વિપ્‍લવ સમયે નાના સાહેબ વિશ્વા સહીતના આગેવાનોએ ગ્‍વાલીયર કબ્‍જે કર્યા બાદ બેશકિંમતી સમય વિજયની ઉજવણી અને આનંદ પ્રમોદમાં પસાર કરવાની ભુલ કરી.

ત્‍યારે રાણી લક્ષ્મીબાઇ અને તાત્‍યા ટોપેની સલાહની અવગણના કરી પરિણામે બે તરફથી આવતા  અંગ્રેજ સૈન્‍યો સામે ક્રાન્‍તીકારીઓ ટકી ન શકયા. વિજયના ઉન્‍માદમાં ગાફેલ થઇ જવાનું વ્‍યકતિગત કે રાષ્‍ટ્રના સ્‍તરે યોગ્‍ય ગણાય નહી. હાલના સંજોગોમાં ઉન્‍માદમાં કેટલીક઼ ગંભીર દેખાતી ભવિષ્‍યની સંભાવનાઓ પ્રત્‍યે બે ધ્‍યાન રહેલુ દેશને પોષાય તેમ નથી જેમકે

(૧) પુલવામાં અને પહેલગામ હુમલા પછીની પરિસ્‍થિતિમાં એક તફાવત  નરી આંખે દેખાય છે કે પુલવામાં પછીની એરસ્‍ટ્રાઇક પછી પાકિસ્‍તાન ચુપચાપ બેસી ગયુ. જયારે પહેલગામ હુમલા બાદની એરસ્‍ટ્રાઇક બાદ અંધાધુંધ ગોળીબાર ડ્રોનામોર્ટાર મારો કર્યો કંઇ ઉખાડી ન લીધુ તે જુદી વાત છે. પરંતુ આ વખતે ભારતે વધુ તાકાત દેખાડવી પડી છે. આનુ કારણ તપાસવુ રહયું.

(૨) તાજેતરમાં પાકિસ્‍તાન તરફથી પ્રતિક્રિયા આવી કે સીન્‍ધુ જળના કરાર સ્‍થગિત રહેવાની સ્‍થિતિએ યુધ્‍ધવિરામ ચાલુ રહેવાની આશંકા છે. દેખીતી વાત છે કે પાકિસ્‍તાન સખણુ બેસવાનું નથી જ હમ નહી સુધરેંગેનું સુત્ર આત્‍મસાત કરી ચુકેલા આ દેશમાં કોઇ જ અમનપસંદ નથી. જે અમન, ઇન્‍સાફની વાતો ત્‍યાં કરે છે તે તે બધા દોગલા છે ભારત તરફથી મળતા લાભ કે સુવિધાઓ મેળવવાની લાલચે આવા નિવેદનો આવતા રહે છે.

(૩) આ વખતની નવી અન ગંભીર વાત એ પણ છે કે ચીન ભુતકાળમાં કયારેય નહોતુ કરતુ તેવી મદદ, સમર્થન જાહેરમાં પાકિસ્‍તાનને કરી રહયું છે. નાનીસુની અવગણી શકાય તેવી ઘટના નથી જ. અગાઉના ૧૯૪૭, ૧૯૬૫,૧૯૭૧, ૧૯૯૯,ના ચારેય યુધ્‍ધોમાં ડ્રેગન યુગ હતો કે મજબુર હતો, તેની ચર્ચામાં ન પડીએ તો પણ ચીનના ઇરાદા નેક નથી જ નથી. આવનારા સમયમાં આપણે વધારે સર્તક રહેવાની જરૂર છે. તેમ નથી લાગતુ?

(૪) તુર્કી અને અઝરબૈજાનનું આવી રીતે પાકિસ્‍તાનની તરફેણમાં કુદી પડવું તે સાવ અવગણી શકાય તેવી ઘટના નથી વળી તુર્કી નાટોનું મેમ્‍બર પણ છે. મુસ્‍લિમ દેશોમાંથી લગભગે ભલે મોૈન આ વખતે રાખ્‍યું પરંતુ કાશ્‍મીર મોરચે ચીન, તુર્કી, અઝરબૈજા જેવા નવા ખેલાડીઓનું કુદી પડવુ સામાન્‍યમાં ખપી જાય તેવી ઘટના નથી. દેશ યોગ્‍ય રીતે પૃથ્‍થકરણ નહી કરે તો કાશ્‍મીર પ્રશ્‍ન યુક્રેન-રશિયા જેવો આંતરરાષ્‍ટ્રીય કાવાદાવા અને ચાલબાજીનો અડ્ડો બની જાય તેવી દહેશત છે. સરકારે યોગ્‍ય વિચાર કરવો રહયો.

ભારત પ્રત્‍યે સહાનુભુતિ બધા દેશ દેખાડે છે. આતંકવાદ વિરોધી અભિયાનમાં સાથે રહેવાનું વચન આપે છે છતા આઇ.એમ.એફ દ્વારા પાકિસ્‍તાનને ૧.૨૩ અબજ ડોલરની લોન ભારતના તિવ્ર વિરોધ છતા આપવામાં આવી આનો શું અર્થ સમજવાનો છે?

આ બધામૉ સોૈથી ઓછુ ધ્‍યાન ખેંચનારા પણ વાસ્‍તવમાં ખુબ જ ગંભીરતાથી ધ્‍યાનમાં રાખવાલાયક બાબત એ છે કે યુધ્‍ધવિરામની સતાવાર જાહેરાત પહેલા પાકિસ્‍તાન સેનાએ પોતાનો મુળ મુદાલેખ ‘‘ઇતેદાહ, યકીન, તનઝીમ (એકતા, શ્રધ્‍ધા, વિશ્‍વાસ, શિસ્‍ત) બદલી નાખ્‍યો છે. તેમનો નવો મુદાલેખ છે. ઇમાન, તકવા, જીહાદ કી સબઇલ્‍લહ એટલે કે (શ્રધ્‍ધા, વિશ્વાસ, કરૂણા, અલ્લાહના નામે સંઘર્ષ) આના ઉપરાંત પાક. સેનાપતિ અસીમ મુનીરને ‘‘જેહાદી સેનાપતિ'' જાહેર કરેલ છે. આવા પ્રકાશીત અખબારી અહેવાલો પાછળ સ્‍પષ્‍ટ છે કે પાકિસ્‍તાન કાશ્‍મીર સમસ્‍યાને જેહાદનું સ્‍વરૂપ આપી આંતરરાષ્‍ટ્રીય ત્રાસવાદી જુથો તથા મુસ્‍લિમ દેશોને આ સમસ્‍યામાં ‘‘બેક ડોર એન્‍ટ્રી'' અપાવવાના પ્રયત્‍નોમાં છે.

આ બધામાં સોૈથી ભરોસા વગરનું પાત્ર ટ્રમ્‍પનું છે. ‘‘અભી બોલા, અભી ફોક''ની લાક્ષણીકતા (!!) ધરાવતા યુ.એસ. પ્રમુખ કયારે કઇ બાજુ પલ્‍ટી મારે તે કોઇ નથી જાણતુ. ટ્રમ્‍પ પોતે કાશ્‍મીર પ્રશ્‍ને પરાણે ઘુસવા માંગે છે તે યાદ રહે અને આ વખતે તમામ શ્રેય લઇ જવા માટેના ટ્રમ્‍પના ધમપછાડા ચાલુ જ છે. (૪.૨૭)

-:આલેખનઃ-

આશિષ યોગેન્‍દ્ર દવે, રાજકોટ

(3:52 PM IST)