<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

પૈસાની ખેંચ હોઇ ટુવ્‍હીલર ચોરી નંબર પ્‍લેટ કાઢી વેંચે એ પહેલા ત્રણ પકડાયા

હત્‍યા સહિત પાંચ ગુનામાં સામેલ ગોૈતમ મકવાણા અને તેના મિત્રો પકો ચોૈહાણ તથા તરૂણ જેઠવાને તાલુકા પોલીસે દબોચ્‍યા

રાજકોટ તા. ૧૬: હત્‍યા, ધમકી, મારામારી સહિત પાંચ ગુનાઓમાં સામેલ  શખ્‍સ સહિત ત્રણ જણાને તાલુકા પોલીસે ચોરાઉ ટુવ્‍હીલર સાથે ઝડપી લીધા છે. પૈસાની ખેંચ હોઇ વેંચવા માટે આ ત્રણેયએ ગોવર્ધન ચોક પાસેથી વાહન ચોર્યુ હતું અને નંબર પ્‍લેટ કાઢી નાંખી હતી. જો કે ગ્રાહક મળે એ પહેલા પોલીસ ભેટી ગઇ હતી.

વાહન ચોરીના ભેદ ઉકેલવા અને આવા બનાવો બનતા અટકાવવા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. બલભદ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ અને નિકુંજભાઇ મારવીયાને મળેલી બાતમી મળતાં ૧૫૦ રીંગ રોડ પર એક્‍વા ઓરલ બિલ્‍ડીંગ પાસેના પટમાંથી ત્રણ શખ્‍સોને નંબર વગરના એક્‍સેસ સાથે પકડી લીધા હતાં. પુછતાછમાં આ શખ્‍સોએ પોતાના નામ ગોૈતમ ઉર્ફ કાનો કેશુભાઇ મકવાણા (ઉ.વ.૨૦-રહે. એ. જી. ચોક આવાસ ક્‍વાર્ટર એ-૨૧૭), પ્રકાશ ઉર્ફ પકો શૈલેષભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫-રહે. વીર સાવરકર આવાસ યોજના એન-૧૦૨, કાલાવડ રોડ અવધ ઢાળ) અને તરૂણ હિતેષભાઇ જેઠવા (ઉ.વ.૧૯-રહે. કણકોટ પાટીયે, બંસી કિરાણા પાસે) જણાવ્‍યા હતાં.

વિશેષ પુછતાછ થતાં ત્રણેયએ આ વાહન બારેક દિવસ પહેલા ગોવર્ધન ચોક દોઢસો ફુટ રીંગ રોડ સુખસાગર સોસાયટી-૨ સનરાઇઝ સ્‍કૂલ પાસેથી ચોરી કર્યાનું કબુલ્‍યું હતું. પ૦ હજારનું વાહન કબ્‍જે કરી ત્રણેયની ધરપકડ કરી હતી. ગોૈતમ અગાઉ રાજકોટ, પોરબંદર, ગોંડલમાં હત્‍યા, મારામારી, ચોરી, ધાકધમકી સહિતના પાંચ ગુનામાં અને પકો રાણાવાવ, રાજકોટ તાલુકાં દારૂ સહિતના બે ગુનામાં પકડાયો હતો. આ વાહન પૈસાની ખેંચ હોઇ ચોરી કરી વેંચવાના ઇરાદે ચોર્યુ હતું. પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ એમ. એચ. મહારાજ, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, દિનેશભાઇ જોષી, હેડકોન્‍સ. કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા, કોન્‍સ. ભીખુભાઇ મૈયડ, મયુરસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા, શિવભદ્રસિંહ ગોહિલ, ઉગાભાઇ બાળા, બલભદ્રસિંહ જાડેજા, અક્ષયભાઇ નાથાણી, કુલદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(4:49 PM IST)