<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ભગવતીપરાના દિનેશભાઇ ધંધુકીયા કામે જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ

જોવા મળે તો બી-ડિવીઝન પોલીસને જાણ કરો

રાજકોટ તા. ૧૬: ભગવતીપરા મેઇન રોડ પર રામાપીરના મંદિર પાસે રહેતાં દિનેશભાઇ પ્રેમજીભાઇ ધંધુકીયા (ઉ.વ.૫૧) તા. ૨/૧/૨૫ના સવારે પોતાના પત્‍નિને હું કામે જાઉ છું તેમ કહીને નીકળ્‍યા બાદ ગૂમ થઇ ગયા હોઇ શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં તેમના જમાઇ મોરબી રોડ પર વેલનાથપરા-૧૨માં રહેતાં મુકેશભાઇ મગનભાઇ વરાણીયાએ બી-ડિવીઝન પોલીસને જાણ કરી છે. ગૂમ થનારા દિનેશભાઇ પત્‍નિ ચંપાબેન, પુત્ર રવિભાઇ અને પુત્રવધૂ ખુશ્‍બુબેન સાથે રહે છે. તસ્‍વીરમાં દેખાતાં દિનેશભાઇ કોઇને જોવા મળે તો મો.૭૫૬૭૮ ૪૭૧૦૭ ઉપર અથવા પોલીસને જાણ કરવા જણાવાયું છે.

(4:53 PM IST)