<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

માટેલ સોસાયટીના ભાવીન ગોહેલે આજીડેમ બગીચામાં ઝેરી દવા પીધી

ખાનગી હોસ્પિટલમાં બિલીંગ વિભાગમાં નોકરી કરે છેઃ બેભાન હોઇ કારણ અકળ

રાજકોટ તા. ૧૬ઃ મવડી પ્લોટ ચાલીસ ફુટ રોડ માટેલ સોસાયટીમાં રેહતાં ભાવીનભાઇ કિશોરભાઇ ગોહેલ (ઉ.વ.૩૪) નામના યુવાને બપોરે બારેક વાગ્યે આજીડેમ બગીચામાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે  ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

ભાવીનભાઇ બે ભાઇમાં નાનો છે અને સંતાનમાં બે પુત્રી છે. તે ખાનગી હોસ્પિટલમાં બિલીંગ વિભાગમાં નોકરી કરે છે. તે બેભાન હોઇ પોલીસ નિવેદન નોîધી શકી નથી. પરિવારજનો પણ કારણ જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(4:47 PM IST)