<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

મેંગો માર્કેટમાં ગાડી ઉતારવાનું કામ કરતાં યુવાનને જાણે કાળ બોલાવતો'તો ભાઇ સાથે ભંગાર ભરવા જંગવડ ગયેલા વિપુલ વિકાણીનું સાપે દંશ મારતાં મોત

સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ દમ તોડી દીધોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

 

 

રાજકોટ તા. ૧૭: લાલપરી વિસ્‍તારમાં રહેતો અને મેંગો માર્કેટમાં મજૂરી કરતો યુવાન તેના ભાઇ સાથે આટકોટના જંગવડ ગામે ભંગાર ભરવા ગયો ત્‍યારે તેને ભંગારમાંથી નીકળેલા સાપે દંશ મારી દેતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે લાલપરીમાં રહેતો વ્‍પિુલભાઇ અરજણભાઇ વિકાણી (ઉ.વ.૩૭) ગઇકાલે આટકોટના જંગવડ ગામે રઘુનંદન કપાસીયા ખોળના કારખાના પાસે ભંગાર ભરી રહ્યો હતો ત્‍યારે સાપે દંશ મારી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજતાં પરિવારમાં શોક વ્‍યાપી ગઇ હતો.

વધુ માહિતી મુજબ વિપુલભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પોતે મેંગો માર્કેટમાં ફ્રુટની ગાડીમાં માલ ચડાવવા-ઉતારવાની મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. ગઇકાલે તે ઘરે હોઇ તેનો ભાઇ સુનિલભાઇ ભંગાર ભરવા જંગવડ જતો હોઇ કાળ જાણે બોલાવતો હોય તેમ પોતે પણ ભાઇ સાથે સામેલ થયો હતો. જ્‍યાં ભંગાર ભરતી વખતે ભંગારમાંથી નીકળેલા સાપે દંશ મારતાં તેનું મોત થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈકિફભાઇ, ભગીરથસિંહ સહિતે આટકોટ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(10:58 AM IST)