News of Saturday, 17th May 2025
રાજારામ સોસાયટીમાં ૧૯ વર્ષિય અનુરાજસિંહ વાઢેરનો આપઘાત
ગળાફાંસો ખાઇ લીધોઃ ઇલેક્ટ્રીક કામ કરતો હતોઃ કારણ અકળ રહેતાં તપાસ યથાવત

રાજકોટ તા. ૧૭: સામા કાંઠે રહેતાં ૧૯ વર્ષના યુવાને ગાળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ પર રાજારામ સોસાયટી-૭માં રહેતો અનુરાજસિંહ હર્ષવીરસિંહ વાઢેર (ઉ.વ.૧૯) નામનો યુવાન સવારે ઘરે હતો ત્યારે ઘરના ઉપરના માળે એંગલમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. પરિવારજન ઉપર જોવા જતાં ઘટનાની જાણ થઇ હતી. ૧૦૮ના તબિબે યુવાનને નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં થોરાળા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરી લેનાર અનુરાજસિંહ એક બહેનથી નાના હતાં અને ઇલેક્ટ્રીક કામ કરતાં હતાં. તેના માતા સિવિલમાં નોકરી કરે છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન અને આધારસ્તંભ દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(4:15 PM IST)










