News of Sunday, 18th May 2025
"ઓપરેશન સિંદૂર" ની ભવ્ય સફળતાની ઉજવણી : રાજકોટનાં વોર્ડ નં-૭ માં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જોડાયા

રાજકોટ: "ઓપરેશન સિંદૂર" ની ભવ્ય સફળતાની ઉજવણીના ભાગરૂપે રાજકોટના વોર્ડ નંબર-૭ ખાતે ભવ્ય તિરંગા યાત્રા (બાઈક રેલી) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વોર્ડ નંબર-૭ ના તમામ કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યો, પ્રદેશ, શહેર અને વોર્ડના વિવિધ હોદ્દેદારો, વોર્ડ સંગઠનના તમામ સભ્યો, શહેર અને વોર્ડના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ અને બૂથ સ્તરના તમામ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત સૌએ દેશભક્તિના રંગમાં રંગાઈને "ઓપરેશન સિંદૂર" ની સફળતાને બિરદાવી હતી અને ભારતીય સેનાના પરાક્રમને સલામ કરી હતી. આ રેલીએ સમગ્ર વિસ્તારમાં એક દેશપ્રેમનું વાતાવરણ ઊભું કર્યું હતું.
(10:24 PM IST)










