News of Monday, 19th May 2025
શાંતિનગરમાં હલણ મામલે ઝઘડો થતાં શિલ્પા, સંજય, સુખાએ રવિનું ઝૂપડુ સળગાવી નાંખ્યું
બી. ટી. સવાણી હોસ્પિટલ પાછળ મોડી રાતે બનાવઃ ભંગારના ધંધાર્થી રવિ મકવાણા, માતાઘ બહેન સહિતના પડોશી સુખા સાથે ઝઘડો થતાં ઝૂપડુ મુકી નીકળી ગયા બાદ રાતે બનાવઃ યુનિવર્સિટી પોલીસે શોધખોળ હાથ ધરી : મોડી રાતે ત્રણેક વાગ્યે ઝૂપડુ સળગાવી દેવામાં આવતાં પરિવાર નોધારો થઇ ગયો હતો. તસ્વીરમાં બળી ગયેલુ ઝૂપડુ, ઘરવખરી જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: યુનિવર્સિટી રોડ બી. ટી. સવાણી હોસ્પિટલ પાછળ ઝૂપડામાં રહેતાં ભંગારના ધંધાર્થી યુવાનના માતા-બહેન સાથે પડોશમાં રહેતાં શખ્સને હલણના રસ્તા બાબતે માથાકુટ થતાં બોલાચાલી થતાં આ યુવાન અને તેના પરિવારજનો ઝૂપડુ મુકી નીકળી ગયા હોઇ મોડી રાતે પડોશી સહિતનાએ આ ઝૂપડાને આગ ચાંપી દેતાં ઝૂપડુ અને ઘરવખરી ખાક થઇ ગયા હતાં.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે હાલ બી. ટી. સવાીણ હોસ્પિટલ પાછળ શાંતિનગર મફતીયાપરા ઝૂપડામાં રહેતાં અને ભંગારનો ડેલો ચલાવતાં રવિ વસંતભાઇ મકવાણા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી શિલ્પા અમરભાઇ ભોણીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
રવિ મકવાણાએ જણાવ્યું હતું કે હું મારા માતા, બહેન, નાના ભાઇઓ સાથે રહુ છું. મારા પિતાનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. એક મહિના પહેલા મેં મારા માતા, બહેન, ભાઇઓ સાથે મળી હું જ્યાં રહું છું ત્યાં લોખંડના પાઇપ અને લાકડા તથા તાલપત્રીથી ઝૂપડુ બનાવ્યું હતું. આ કાચુ ઝુપડું હતું જેમાં અમે પરિવારના લોકો રહેતાં હતાં. આ ઝૂપડાની સામે હાલવા-ચાલવાનો રસ્તો હતો. અમારી સામે જ ઝૂપડામાં ભરવાડ શખ્સ સુખો લામકા રહે છે. સુખાને મારા માતા, બહેન સાથે હલણ બાબતે બોલાચાલી થઇ હતી.
દરમિયાન હું રાતે દોઢેક વાગ્યે હું નાણાવટી ચોકમાં હતો ત્યારે અમારી બાજુમાં રહેતી મારી માસીની દિકરી રવિના મકવાણાએ ફોન કરી કહેલુ કે શિલ્પા અમર ભોણીયા, સંજય લામકા, તેનો ભાઇ સુખો લામકા અલગ અલગ બાઇક પર તમારા ઝુપડે આવી સામાન ફંફોળે છે. એ પછી રાતે ત્રણ વાગ્યે ફરીથી આ લોકોએ ઝૂપડા પાસે આવ્યા હતાં અને આગ લગાવી દીધી હતી અને ભાગી ગયા હતાં. મારી માસીની દિકરી રવિનાએ વાત કરી હતી કે આગમાં ઝૂપડુ અને અંદર રાખેલા લોખંડના બે ખાટલા, પલંગ, ગાદલુ, ઓશીકા, લાકડાનો ખાનાવાળો શોકેસ, એક ટેબલેટ, ઘરવખરી બળી ગયા છે. જેનો વિડીયો ઉતાર્યો હતો. કાવત્રુ રચી મારુ ઝૂપડુ સળગાવી નાખી નુકસાન કરાયું હોઇ ફરિયાદ કરી હતી. તેમ રવિએ વધુમાં કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. કે. પંડયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
રોકડ પણ બળી ગયાનું રવિના નીતાબેનનું કથન
: ઝૂપડામાં આગ લગાડાઇ તેમાં પોતાની ઘરવખરી ઉપરાંત મોટી રોકડ રકમ પણ બળી ગયાનું રવિના માતા નીતાબેન વસંતભાઇ મકવાણાએ જણાવ્યું હતું.
(3:09 PM IST)










