News of Monday, 19th May 2025
એઈમ્સમાં પાંચમું અત્યાધુનિક ઓપરેશન થીયેટર કાર્યરત

રાજકોટઃ આરોગ્ય સંભાળ માળખા અને સર્જિકલ ક્ષમતાઓને વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવા સાથે અને સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે ગૌરવ એવા એઇમ્સ હોસ્પિટલ ખાતે આરોગ્ય સંભાળ સેવાઓ માળખાને પ્રગતિ સાથે વધુ મજબૂત બનાવવા એઇમ્સ રાજકોટના એક્ઝીકયુટીવ ડાયરેકટર પ્રો.ડો. ગોવર્ધન દત્ત પુરીના હસ્તે અત્યંત આધુનિક ઓપરેશન થિયેટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હોવાનું એઈમ્સની એક યાદીમાં જણાવાયું છે.
એઇમ્સ સંસ્થાની ઝડપી પ્રગતિ ગતિશીલ નેતળત્વ પૂરું પાડવા અને રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને ખુબ સારી સારવાર મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા એક્ઝિકયુટિવ ડિરેક્ટર પ્રો. ડો. ગોવર્ધન દત્ત પુરીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન થિયેટર ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તેમ જણાવાયું છે.
નવું ઉદ્ધાટન કરાયેલ ઓપરેશન થિયેટર દર્દી સંભાળ વધુ સેવાઓ માટે ખાસ કરીને રાજકોટ અને આસપાસના પ્રદેશોના લોકોને ફાયદો પહોંચાડશે. સાથોસાથ વિવિધ સર્જિકલ વિભાગોની કાર્યક્ષમતા અને ક્ષમતામાં નોંધપાત્ર વધારો પણ કરશે સાથે આરોગ્યસંભાળ માં અમારા દર્દીઓને પૂરી પાડવામાં આવતી સર્જિકલ સંભાળની ગુણવત્તા અને સમય સાથે ઘણો વધારો કરશે. સલામતી, ટેકનોલોજી સાથે એનેસ્થેસિયોલોજી અને પેરીઓપરેટિવ કેર વિભાગે નવા ઓપરેશન થિયેટરને કાર્યરત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ કાર્યક્રમમાં એનેસ્થેસિયોલોજી અને પેરીઓપરેટિવ કેર વિભાગનું પ્રતિનિધિત્વ પ્રો.ડો. વિક્રમ વર્ધન, સહાયક પ્રોફેસરો ડો. અભિલાષ ડી. મોટેગરે ઉપરાંત ડો.નિવેદિતા જે. બોદરા અને સિનિયર નર્સિંગ ઓફિસર શ્રીમતી ગીતાએ કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ડીન રિસર્ચ પ્રો. ડો. સંજય ગુપ્તા, ડેપ્યુટી ડિરેક્ટર એડમિનિસ્ટ્રેશન લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહ, એકાઉન્ટ્સ ઓફિસર શ્રીધર વસાણી ઉપસ્થિત રહ્યા હતા.
(4:26 PM IST)










