News of Monday, 19th May 2025
રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા શહેરના દરેક વોર્ડમાં યોજાઈ તિરંગા યાત્રાઃ ઓપરેશન સિંદૂરને બિરદાવાયુ

રાજકોટ, તા.૧૯: પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશષા દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરેલા ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજાગર રાજકોટની રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા રાજકોટના તમામ વોર્ડમાં સાંજે તિરંગા યાત્રા બાઈક રેલી, લાઉડ સ્પીકર સાથે દેશભકિતના ગીતો તેમજ સેનાને બિરદાવતા પ્લેકાર્ડ અને પાકિસ્તાન દેશની સેનાની નિંદા કરતા પ્લેકાર્ડ સાથે યોજવામાં આવેલ હતી. આ તકે વોર્ડ નં.૧ માં શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવેલ હતું. આ તકે આ યાત્રામાં ઉપસ્થિત નિવળત્ત સૈનિકો કરણસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ વાઘેલા, કિરીટસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાળા, જીતુભા વાળા, ગીરીશભાઈ મોનાણી, અજયસિંહ ઝાલા અને કલ્પેશભાઈ સુમખીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં વોર્ડ નં. ૨ માં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૩ માં ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં.૪ માં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, વોર્ડ નં. ૫ માં શહેર મહામંત્રી અશ્વીનભાઇ મોલીયા, વોર્ડ નં. ૬ માં મેયર નયનાબેન પેઢડીયા, વોર્ડ નં. ૭ માં રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, વોર્ડ નં. ૮ માં શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, વોર્ડ નં. ૯ માં શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, વોર્ડ નં. ૧૦ માં લોકસભા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, વોર્ડ નં. ૧૧ માં શહેર ભાજપ પુર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં. ૧૨ માં શહેર મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં. ૧૩ માં પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, વોર્ડ નં. ૧૪ માં દંડક નેતા મનીષભાઈ રાડીયા, વોર્ડ નં. ૧૫ માં પૂર્વ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં. ૧૬ માં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, વોર્ડ નં. ૧૯ માં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, વોર્ડ નં. ૧૮ માં પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્યએ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રાની બાઈક રેલીને સફળ બનાવવા રાષ્ટ્રીય એકતા સમિતિના શૈલેષ જાની, અનુપમ દોશી, અજય પટેલ, સુનિલ વોરા અને વિરાભાઇ હુંબલએ જહેમત ઉઠાવી હતી.
(3:52 PM IST)










