News of Wednesday, 21st May 2025
શિતલ પાર્ક નાસ્તા બજારમાં બજરંગવાડીના ચેતનભાઇને રવિએ ઢીકાપાટુનો માર માર્યો
ભાણેજ સાથે ઝઘડો કરનારા રવિને સમજાવવા જતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૧: બજરંગવાડી શેરી નં. ૨માં રહેતાંઅને ડોગ ફૂડનો વેપાર કરતાં ચેતનભાઇ જેન્તીભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૦)ને રાતે શિતલ પાર્ક નાસ્તા બજારમાં હતાં ત્યારે રવિ નામના શખ્સ સહિતનાએ ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
ચેતનભાઇના કહેવા મુજબ તેનો ભાણેજ કાવ્ય સોલંકી સાંજે નાસ્તા બજારમાં નાસ્તો કરવા ગયો ત્યારે ત્યાં રવિ નામનો શખ્સો હોઇ તેણે કારણવગર ઝઘડો કરી ગાળો દીધી હતી. આ બાબતની પોતાને ભાણેજે જાણ કરતાં રવિને સમજાવવા જતાં પોતાના પર હુમલો થયો હતો.
(3:10 PM IST)










