તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
BAPS સંસ્થા દ્વારા ખુલ્લેઆમ શરતભંગ ૧૦ હજાર ચો.મી. જમીન ઉપર પ્રેમવતી રેસ્ટોરન્ટ
ગાર્ડન પણ બનાવી નાંખ્યુ : કલેકટરને રીપોર્ટ કરતા સીટી પ્રાંત-ર મહેક જૈન

રાજકોટ, તા. ર૧ : ગોંડલ રોડ ચોકડી પાસે BAPS સંસ્થાને જે તે સમયે કલેકટર તંત્રે ઔદ્યોગિક હેતુ માટે સીટી સર્વે નંબર ૩૮/૧, પૈકીની જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન ઉપર સંસ્થા દ્વારા પ્રેમવતી રેસ્ટોરન્ટ ધમધમાવી નાંખ્યું તો, ગાર્ડન પણ ઉભુ કરી દીધુ, ઉપરાંત ૪ રૂમ તથા ઓફીસનું બાંધકામ કરી નાંખ્યાનું બહાર આવ્યું હતું, કલેકટરને આ બાબતે ફરીયાદ બાદ તાલુકા મામલતદારે તપાસ હાથ ધરી હતી, અને તેમણે સીટી પ્રાંત-રને શરતભંગ થતો હોવાનો તાજેતરમાં બીજી વખત રીપોર્ટ કર્યો હતો.
આ રીપોર્ટ બાદ સીટી પ્રાંત-ર શ્રી મહેક જૈને પણ BAPS સંસ્થા દ્વારા ઔદ્યોગિક હેતુ માટે અપાયેલ અંદાજે ૧૦ હજાર ચો.મી. જમીન ઉપર ખૂલ્લેઆમ શરતભંગ થતો હોવાનું તથા પ્રેમવતી રેસ્ટોરન્ટ-ગાર્ડન વિગેરે હોવાનો કલેકટરને ગઇકાલે રીપોર્ટ કરી દેતા હવે કલેકટર કયા પ્રકારના પગલા લેશે તે ઉપર મીટ મંડાઇ છે.
(4:14 PM IST)










