<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

નવાગામમાં નાનો ભાઇ પારકી પરણેતરને ભગાડી જતાં મોટાભાઇ પર પાઇપના ઘા

બે સંતાનની માતાને લઇ કોૈશિક ભાગી ગયો છેઃ જેની પત્‍નિને તે લઇ ગયો તે વિજયના ભાઇ વિપુલે અજાણ્‍યા શખ્‍સો સાથે આવી કોૈશિકના ભાઇ પર હુમલો કર્યો

રાજકોટ તા. ૨૨: કુવાડવા રોડ પર નવાગામમાં રહેતો કુંવારો યુવાન ગામની પારકી પરણેતરને ભગાડી જતાં આ યુવાનના મોટા ભાઇ પર પરિણીતાના પરિવારજનોએ લોખંડના પાઇપથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતા હોસ્‍પિટલમાં દાખલ થવું પડયું હતું. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે હુમલામાં ઘાયલ થયેલા નવાગામ આણંદપર શેરી નં. ૩ દ્રષ્‍ટીવિલાની સામે રહેતાં અને નવાગામમાં ડિલક્‍સ ફૂટવેર નામે દૂકાન ચલાવતાં જીગરભાઇ ઉકભાઇ વણકરીયા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી વિપુલ તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છ.ે

જીગરભાઇએ જણાવ્‍યું હતું કે હું પરિવારમાં પિતા ઉકાભાઇ, માતા વનીતાબેન, પત્‍નિ પ્રિયા અને ભાઇ કોૈશિક સાથે રહુ છું. મારો ભાઇ કોૈશિક પણ ફૂટવેરની દૂકાન ચલાવે છે. કોૈશિક આઠ દિવસ પહેલા અમને કહ્વયા વગર નીકળી ગયો હતો અને ગામના વિજયભાઇની પત્‍નિ નયનાબેનને સાથે લઇ ગયો હતો. તે ક્‍યા઼ ગયો છે તેની અમને જાણ નથી અને તેનો ફોન પણ બંધ આવે છે. આ કારણે વિજયનો ભાઇ વિપુલ અમારી ઘરે બે ત્રણ વખત આવ્‍યો હતો અને કહ્યું હતું કે-મારા ભાઇ વિજયની પત્‍નિને અમને સોંપી દો. તેમ કહી તેણે ધાકધમકી પણ આપી હતી. પણ અમારે તેની સાથે સારા સંબંધ હોઇ કોઇ પોલીસ ફરિયાદ કરી નહોતી.

દરમિયાન બુધવારે સાંજે ચારેક વાગ્‍યે ફરીથી વિપુલ અમારી ઘરે આવેલ અને કહેલુ કે વિજયની બંને દિકરીઓને સાથે લઇ બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશને નિવેદન લખાવવા જવાનું છે અને તમારે પણ સાથે આવવાનું છે તેમ કહેતાં હું તેની સાથે પોલીસ સ્‍ટેશન જવા માટે ઘર બહાર નીકળ્‍યો હતો. પણ બહાર નીકળ્‍યો ત્‍યાં જ બાઇક પર ત્રણ શખ્‍સો આવ્‍યા હતા. જેના હાથમાં લોખંડના પાઇપ હોઇ એક શખ્‍સ પાસેથી વિપુલે પાઇ લઇ મને માથામાં ઘા ફટકારી દીધો હતો. બીજા શખ્‍સોએ પણ મને બેફામ માર મારતાં હાથે, પગે, માથા, શરીરે ઇજાો થઇ હતી. દેકારો થઇ જતાં માણસો ભેગા થતાં આ બધા ભાગી ગયા હતાં. મને લોહી નીકળતાં હોઇ હોસ્‍પિટલે ખસેડાયો હતો. તેમ વધુમાં જીગરભાઇએ કહ્યું હતું.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેનદ્રભાઇએ જાણ કરતાં કુવાડવાના હેડકોન્‍સ. એ. ડી. અવાડીયાએ જીગરભાઇની ફરિયાદ નોંધી હતી. તેનો નાનો ભાઇ કોૈશિક ગામના વિજયની પત્‍નિને ભગાડી ગયો હોઇ ખાર રાખી વિજયના ભાઇ વિપુલ અને અજાણ્‍યા શખસોએ આ હુમલો કર્યો હતો.

(1:07 PM IST)